અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે જાહેર થયું. વહેલી સવારે 5 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું. બોર્ડની સત્તાવાર વેબસાઈટ www. gseb. org પરથી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી અંદાજે 5.25 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. માર્ચ 2020માં લેવાઈ હતી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા. ગતવર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું હતું..


જુઓ LIVE TV



હાલ શાળા ખાતેથી વિદ્યાર્થીઓને માર્કશીટ કે અન્ય કોઈ પ્રમાણપત્ર આપવામાં નહીં. આવે. વિદ્યાર્થીઓને માત્ર વેબસાઈટના માધ્યમથી પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓને માર્કશીટ ટૂંક સમયમાં શાળાઓ પર પહોંચાડી દેવાશે. ત્યારબાદ માર્કશીટ સહિત અન્ય પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને નિશ્ચિત તારીખે શાળા ખાતે બોલાવીને આપવામાં આવશે.