ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દેશમાં શુક્રવારે સવારે યુપીના કાનપુરથી વિકાસ દૂબેના એન્કાઉન્ટરના ખબર ચર્ચામાં રહ્યાં. પરંતુ એ જ સમયે પશ્ચિમી રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બોર્ડરના ગડરા પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કોઈએ 67 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું અપહરણ કર્યું હતું. જેને પગલે બાડમેર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. જ્યારે નાકાબંધીમાં વૃદ્ધને રોકવામાં આવ્યા તો, માલૂમ પડ્યું કે, આ કાર્યવાહી ગુજરાત એટીએસની ટીમ દ્વારા કરવામાં આવી છે. 


Photos : કોરોનાની મહામારી વચ્ચે CM વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવ સામે શિશ ઝૂકવ્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાડમેર પોલીસ કમિશનર આનંદ શર્માના જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસએ મોટી કાર્યવાહી કરીને ચાર દાયકા પહેલા બેંક લૂંટ, હત્યાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાડમેર પોલીસે તપાસ બાદ એઓસજીને ગુજરાત રવાના કર્યા હતા. ગુજરાત એસઓજી ધરપકડ વોરન્ટ પર ચાર દાયકા જૂના 1982ની બેંક લૂટ અને હત્યાના કેસમાં ફરાર આરોપી શક્તિદાન સિંહની શોધ કરી રહી હતી. 


સુરતથી અમદાવાદ આવનારા 18 કોરોના સંક્રમિત નીકળ્યા, AMC એલર્ટ થયું


ગુરુવારે ગડરા રોડ પોલી સ્ટેશનમાં મોડી રાત્રે શક્તિ દાનના ઘર પર ગુજરાત એટીએસએ આ ડાકુને ઉઠાવ્યો હતો. જેના બાદ સ્થાનિક લોકોએ શક્તિ દાનનું અપહરણ થયુ હોવાનું સમજ્યું હતું અને પોલીસને માહિતી આપી હતી. જેના બાદ બાડમેર પોલીસની ટીમે નાકાબંધી કરી હતી. તપાસમાં માલૂમ પડ્યું કે, ગુજરાત એસઓજીની ટીમ છે, અને ડાકુની ધરપકડ કરવામા આવી હતી. જેના બાદ એસઓજીએ ધરપકડના વોરન્ટ સહિતના કાગળ બાડમેર પોલીસને બતાવ્યા હતા. જેના બાદ ગુજરાતની ટીમ ગુજરાત આવવા રવાના થઈ હતી. 


ઉલ્લેખનીય છે કે, શક્તિદાન 1980ના દાયકામાં કુખ્યાત ડાકુ હતો. પરંતુ થોડા સમય બાદ શક્તિદાને રાજસ્થાન સરકારી સામે સરેન્ડર કર્યું હતું. જેના બાદ તમામ કેસમાંથી શક્તિદાન મુક્ત થયો હતો. તે પોતાની જિંદગી આરામથી પસાર કરી રહ્યો હતો. પરંતુ તે ભૂલી ગયો હતો કે, તેની વિરુદ્ધ ગુજરાતમાં પણ કેસ દાખલ કરાયેલો છે. ત્યારે અચાનક ગુજરાતની ટીમે આ કાર્યવાહી કર્યા બાદ સમગ્ર ગામમાં હડકંપ મચી ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર