સુરત: ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કેટલાક લોકોની સંપત્તિમાં અઢળક વધારો થયો છે. જોકે એક વર્ષમાં 15 નવા અબજોપતિ જોડાઇ ગયા છે. હવે 75 અબજોપતિની સાથે ગુજરાત દેશનું ચોથું સૌથી મોટું રાજ્ય બની ગયું છે. 302 અબજોપતિ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર છે. ગુજરાતના સુરતમાં સૌથી વધુ 7 અમીર વધ્યા છે, જ્યારે અમદાવાદમાં ચાર. આ આંકડા આઇઆઇએફએલ હુરૂન ઇન્ડીયા રિચ લિસ્ટ 2021 નો તાજો રિપોર્ટ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ અદાણીની સંપત્તિમાં 261 ટકાનો વધારો થયો છે. બીજી તરફ મુકેશ અંબાણી સતત 10મા વર્ષે સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. વડોદરાના દીપક નાઇટ્રેટના દીપક મહેતા પાસે 16800 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની સંપત્તિમાં લગભગ 250 ટકાનો વધારો થયો છે. કોરોનાકાળમાં દેશમાં ફાર્મા સેક્ટરમાં 12 નવા અબજોપતિ આવ્યા છે. 

Trending Video: પતિના નિધન છતાં અડગ રહી ગુજરાતની આ દાદી, હ્યદયને સ્પર્શી જશે તેમની કહાની


ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ 130 અમીર અને કેમિકલમાં 98 અમીર
આ યાદીમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના સૌથી વધુ 130 અમીર સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સીરમ ઇંસ્ટીટ્યૂટના સાઇરસ પૂનાવાલાની સંપત્તિમાં 43 ટકાનો વધારો થયો છે. આ યાદીમાં સૌથી ઉપર છે. બીજો નંબર કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરનો છે, જેમાં 98 અમીર યાદીમાં સામેલ છે.  


તમને જણાવી દઇએ કે જુલાઇ 2021 માં Zomato ના બ્લોકબસ્ટર IPO ના લીધે ગોયલની સંપત્તિમાં 164 ટકનો રેકોર્ડ બ્રેક વધારો થયો હતો અને તેમની સંપત્તિ 5,800 થઇ ગઇ છે. જ્યારે માર્ચ 2021 માં ભારતમાં રજિસ્ટર થનાર પહેલી ગેમિંગ કંપની Nazara Technologies ના સંસ્થાપ્ક નીતીશ મિત્તરસેને 1,500 કરોડ રૂપિયાની સંપત્તિ સથે 773 મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube