Trending Video: પતિના નિધન છતાં અડગ રહી ગુજરાતની આ દાદી, હ્યદયને સ્પર્શી જશે તેમની કહાની

ગુજરાતની એક દાદીનો પ્રેરણાદાયક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમાં દાદી જે જણાવી રહી છે તેને સાંભળીને તમે પ્રશંસા કરતાં થાકશો નહી.

Trending Video: પતિના નિધન છતાં અડગ રહી ગુજરાતની આ દાદી, હ્યદયને સ્પર્શી જશે તેમની કહાની

Dadi Ka Video: ગુજરાતની એક દાદીનો પ્રેરણાદાયક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમાં દાદી જે જણાવી રહી છે તેને સાંભળીને તમે પ્રશંસા કરતાં થાકશો નહી. તેમની હિંમતને સલામ કરશો અને પોતાનામાં હિંમત પેદા થશે. વીડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે દાદીનો પરિવાર વર્ષોથી ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નાગપુરમાં આવીને વસવાટ કરવા લાગ્યા. પતિ નોકરી કરવા લાગ્યા, પરંતુ એક વર્ષ પછી બેરોજગાર થઇ ગયા. પોતાની પાસે માત્ર 60 રૂપિયા હતા પરંતુ બંનેએ હિંમત ન હારી અને ફાફડાની લારી શરૂ કરી દીધી. શરૂઆતના દિવસોમાં બંને મળીને 50 રૂપિયા કમાતા હતા. પરંતુ ધીમે ધીમે તેમના ફાફડાને પસંદ કરવાનું શરૂ કરી દીધું અને 'ફાફડાવાળા' નામથી જાણિતા બની ગયા. 

વીડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું કે દાદી ગત ત્રીસ વર્ષોથી ફાફડા વેચી રહ્યા છે, પરંતુ લગભગ 10 વર્ષ પહેલાં તેમના પતિનું નિધન થઇ ગયું હતું. તે કહે છે કે -બાળકોએ મને કહ્યું કે હવે કામ કરવાનું છોડી દઉ, પરંતુ હું બનાવી રાખવા માંગતી હતી. હું 75 વર્ષની છું. જો અઠવાડિયાના સાતેય દિવસ તમે મને 11 થી આઠ સુધી મારી લારી પર જોશો. લોકો મારા બનાવેલા ફાફડા ખાવા માટે આવે છે, એટલા માટે હું તેમને ખવડાવવા માટે આવું છું. આ દરમિયાન દાદી જે વાત કહે છે તેને સાંભળીને ખૂબ સારુ લાગે છે. તે કહે છે- હું પોતાની બોસ છું. હું પોતે પૈસ કમાઉ છું. 

વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ (Instagram) પર  officialhumansofbombay નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધી 44 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. હજારો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news