કોરોનાની સામે 40.63 ટકાનો હાઇએસ્ટ રિકવરી રેટ હાંસલ કરતું ગુજરાત
રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા 9932 કોરોના પોઝિટિવ કેસની સામે કુલ 4035 દર્દી સારવાર મેળવી સ્વસ્થ થયા છે.
ગાંધીનગરઃ આજે સમગ્ર વિશ્વ પર જ્યારે કોરોનાની મહામારી કહેર બનીને ત્રાટકી છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની દિન-પ્રતિદિન વધતી સંખ્યા ખરેખર જ ચિંતાજનક ગણાય એ સ્વાભાવિક છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયોચિત પગલાં, જિલ્લાવાર ઊભી કરાયેલી સ્પેશિયલ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ્સ અને આ તમામ સ્થળે કોરોના સામે લડતાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સ એવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની અથાક મહેનતના ફળરૂપે આજે ગુજરાત 40.63 ટકા જેટલો હાઇએસ્ટ કોરોના રિકવરી રેટ હાંસલ કરી શક્યું છે. જે સમગ્ર દેશ જ નહીં, સમગ્ર વિશ્વના રિકવરી રેટની સરખામણીએ વધારે છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ 9932 કોરોના પોઝિટિવ કેસની સામે કુલ 4035 દર્દી કોરોનાની સારવાર મેળવીને સ્વસ્થ થયા છે, એટલે કે આ રિકવરી રેટ લગભગ 40.63 ટકા જેટલો ઊંચો થવા જાય છે. માત્ર છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ, તોપણ 340 નવા પોઝિટિવ કેસની સામે 282 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. જ્યારે રાજ્યભરમાંથી અત્યાર સુધી કરવામાં આવેલા કુલ 1,27,859 ટેસ્ટ્સની સામે 1,17,927 ટેસ્ટ્સ નેગેટિવ આવ્યા છે, તેમ આ અંગેની વિગતો આપતાં આરોગ્ય અગ્રસચિવ શ્રીમતિ જયંતી રવિએ જણાવ્યું હતું.
રાજ્યમાં કુલ કેસ : 9932
રાજ્યમાં કુલ મોત : 606
રાજ્યમાં કુલ સ્વસ્થ : 4035
સુરતમાં એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત, અમરોલી પોલીસે માર માર્યાનો આક્ષેપ
જિલ્લા વાઈસ કેસ પર એક નજર
ગુજરાતમાં જિલ્લાવાઈઝ કેસ પર નજર કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતના કોરોના રિપોર્ટ કાર્ડમાં ટોપ પર સતત ટોપ પર રહેલ અમદાવાદમાં કુસ કેસનો આંકડો 7171 થયો છે. તો વડોદરામાં 620, સુરતમાં 1015, રાજકોટમાં 78, ભાવનગરમાં 103, આણંદમાં 82, ગાંધીનગરમાં 157, પાટણમાં 35, ભરૂચમાં 32, બનાસકાંઠામાં 83, પંચમહાલમાં 68 , અરવલ્લીમાં 77, મહેસાણામાં 73, કચ્છમાં 14, બોટાદમાં 56 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર