સુરતમાં એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત, અમરોલી પોલીસે માર માર્યાનો આક્ષેપ

અમરોલી અજની ઈન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીયો દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો. તેમાં સામેલ એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત થયું છે.  

Updated By: May 16, 2020, 07:31 AM IST
સુરતમાં એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત, અમરોલી પોલીસે માર માર્યાનો આક્ષેપ
હોબાળો કરી રહેલા શ્રમિકો (ફાઇલ ફોટો)

ચેતન પટેલ/સુરતઃ કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે ગુજરાતમાં કામ કરતા અન્ય રાજ્યોના શ્રમિકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. તો આ દરમિયાન વતન પરત જવા ઈચ્છતા શ્રમિકો દ્વારા ઘણીવાર હોબાળો પણ કરવામાં આવ્યો છે. આવી જ રીતે અમરોલી અજની ઈન્ડસ્ટ્રીઝમાં પણ શ્રમિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત થયું છે. 

પરપ્રાંતીયનું રહસ્યમય મોત
અમરોલી અજની ઈન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીયો દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો. તેમાં સામેલ એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત થયું છે. અમરોલી પોલીસ પર આ પરપ્રાંતીયને માર મારવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે તેને છોડ્યા બાદ તે શ્રમિકને ઉલ્ટીઓ થઈ હતી. ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું. 

સુરતથી આજે 20 ટ્રેન રવાના થશે
કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉન વચ્ચે અન્ય રાજ્યોના શ્રમિકોને પરત મોકલવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. સુરતમાં રહીને કામ કરતા અન્ય રાજ્યોના શ્રમિકોને પણ સતત ટ્રેન દ્વારા પોતાના વતન મોકલવામાં આવી રહ્યાં છે. આજે વધુ 20 ટ્રેન સુરતથી રવાના કરવામાં આવશે. જેમાં યૂપી 14, ઓડિશા 2, બિહાર 2 અને ઝારખંડ 2 ટ્રેન રવાના થશે. કુલ 32 હજાર શ્રમિકોને આજે પોતાના વતન પરત મોકલાશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube