નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર (bhavnagar) જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળુ પાક (winter crops) નું રેકોર્ડબ્રેક વાવેતર કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર બમણું થઇ ગયું છે. ગતવર્ષ રવિ પાકનું 78,200 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે કે, ચાલુ વર્ષે 1 લાખ 42 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે છેલ્લા ત્રણ વર્ષ કરતા બમણું વધારે છે, જિલ્લામાં ડુંગળી, ઘઉં, ચણા અને ઘાસચારાના વાવેતરમાં પણ ખાસો વધારો નોંધાયો છે. જેમાં ખાસ ડુંગળીના વાવેતરમાં રાજ્યના કુલ ડુંગળીના વાવેતરમાં 42 ટકા હિસ્સો એકલા ગોહિલવાડ એટલે કે ભાવનગર જિલ્લાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત શિયાળુ પાકમાં ખેડૂતોએ 78 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં આ વર્ષે 64 હજાર હેકટરનો વધારો થતાં કુલ 1 લાખ 42 હજાર હેક્ટર એટલે કે વાવેતર બમણું થઈ ગયું છે. જેમાં સૌથી વધુ 39 હજાર હેક્ટરમાં ચણા, 35 હજાર હેક્ટરમાં ડુંગળી, 25 હજાર હેક્ટરમાં ઘઉં અને 34 હજાર હેક્ટરમાં ઘાસચારા તેમજ ધાણા, લસણ, જીરું અને મકાઈનું પણ બહોળા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો : મુસ્લિમ મહિલાઓ ઘરનો દરવાજો ખખડાવીને પૂછી રહી છે એક સવાલ, સુરતમાં બની અજીબ ઘટના


ભાવનગર જિલ્લામાં ગત ચોમાસા દરમ્યાન ભારે વરસાદ વરસ્યો હતો, જેની સીધી અસર શિયાળુ (રવિ) પાક પર થઈ છે. સારા વરસાદના કારણે ખેતરોમાં કુવા, નદીનાળા અને તળાવો છલકાઈ ગયા હતા. જેના કારણે પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોએ ચાલુ શિયાળુ પાકનું બમણું વાવેતર કર્યું છે. ચોમાસા દરમ્યાન ખરીફ પાકમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થયેલો પાક પલળી જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. જે નુકશાનની ભરપાઈ કરી લેવા ખેડૂતો દ્વારા સારી ઉપજ મેળવવા માટે શિયાળુ રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. શિયાળો હજુ જામી રહ્યો છે ત્યારે ખેડૂતો સારા ઉત્પાદન સામે પાકના સારા ભાવો મળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.


આ પણ વાંચો : મનના માણિગર સાથે ગાયિકા કિંજલ દવેએ કચ્છના રણમાં લીધી અંગત તસવીરો


આ વિશે ભાવનગરના મદદનીશ ખેતી નિયામક ડીપી જાદવે જણાવે છે કે, શિયાળુ પાકનુ જિલ્લામાં બમણું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે તેની યોગ્ય માવજત કરવામાં આવે એ પણ જરૂરી છે. ખેડૂતોએ યોગ્ય સમયે પિયત આપવું જોઈએ, તેમજ જરૂરિયાત મુજબ તેમાં ખાતર પણ આપવું જોઈએ અને જીવાતોના નિયંત્રણ માટે ખાસ કાળજી લેવી જોઈએ અને યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવામાં આવે તો ખેતીમાં સારા ઉત્પાદન સાથે સારી ઉપજ મેળવી શકાય છે.