Ambalal Patel Forecast In Gujarat: ગુજરાતનું વાતાવરણ હાલ ઠંડુગાર હિલ સ્ટેશન જેવું બન્યું છે. ત્યારે આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. આ સાથે 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. જેમાં 14થી 18 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ કરશે તેવી એક આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં બેઠા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 કરોડ ગુજરાતી રોજના 32 રૂપિયા પણ કમાતા નથી, મોદી સરકારે જ ખોલી પોલ


15 થી 20 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કડકકડી ઠંડીની આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે આ વચ્ચે આવતા અઠવાડિયે ફરીથી ગુજરાતમાં કહેર કમોસમી વરસાદ કહેર મચાવશે. 12થી 18 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ફરી માવઠું પડશે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 15 થી 20 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. તો 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની પણ આગાહી છે. 


'અમે ખાનગી શાળા હોવાથી ફી લઈએ છીએ..', લૂંટ ચલાવતી આ સ્કૂલને નોટિસ, માંગ્યો ખુલાસો


હાલ કમોસમી વરસાદની સંભાવના નહીંવત
આગાહી વચ્ચે હાલ કચ્છના નલિયામાં 11 ડિગ્રી સુધી નીચે તાપમાન સરક્યું છે. તો ડીસામાં 15.6 ડિગ્રી અને રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું. ગુજરાતનાં 22 શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. તો બીજી તરફ, આગામી 5 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હાલ કમોસમી વરસાદની સંભાવના નહીંવત છે. પરંતું ઠંડીનો સામાન્ય પ્રકોપ રહેશે. જો કે બે દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો આવશે. 


આ નાનકડા બાળકે ગુજરાતનું નામ કર્યું રોશન, એશિયા કપમાં કરવા જઈ રહ્યો છે મોટું કામ


વરસાદની આગાહીનું આ લિસ્ટ સાચવી રખજો 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે. 


ચૂંટણીની તૈયારી! કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર,10 જિલ્લામાં કરી પ્રમુખોની નિમણૂક


કડકડતી ઠંડી સાથે આવશે માવઠું
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે.


ગુજરાતના આ સુપરકોપ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં વગાડશે વિદેશમાં ભારતનો ડંકો


રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થયું છે. હવે ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે જણાવ્યું કે, 10 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જોવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જોવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.