સુરેન્દ્રનગર: રાજ્યમાં લમ્પી વાયરસે અનેક પશુઓનો ભોગ લીધો છે. ત્યારે રાજ્યમાં પશુઓ પર વધુ એક બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે પશુપાલકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 38 ઘેટાંમાં શીપ પોક્સના કેસ જોવા મળ્યા છે. જેના કારણે 18 ઘેટાંના મોત નીપજ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં લમ્પી વાયરસ બાદ હવે ઘેટાંમાં શીપ પોક્સની બીમારી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના હિમતપુરામાં શીપ પોક્સના કેસ જોવા મળી રહ્યા છે. હિમતપુરાના એક જ પશુપાલકના 38 ઘેટાંમાં શીપ પોક્સના કેસ જોવા મળ્યા હતા. જેમાંથી 18 ઘેટાંના મોત નીપજ્યા છે. જે બાદ 2283 ઘેટાંનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. જોકે, આ બીમારી અન્ય ગામોમાં ન ફેલાય તે માટે સરકાર દ્વારા ત્વરીત પગલા લેવામાં આવ્યા છે. 


આ પણ વાંચો:- રાહુલ ગાંધીને કોઈક સમજાવો લોટ લીટરમાં ના મળે, તો કેજરીવાલને લઇ મંત્રીએ કહ્યું...


શું છે શીપ પોક્સ બીમારી
શીપ પોક્સ એ ઘેટાંમાં જોવા મળતો અત્યંત ચેપી રોગ છે. જે સૌમ્ય ઓર્ફ કરતા અલગ પોક્સ વાયરસને કારણે થાય છે. શીપ પોક્સ વાયરસ એરોસોલ છે અને તે ચેપગ્રસ્ત પ્રાણીના સંપર્ક દ્વારા પણ પ્રસારિત થઈ શકે છે. શીપ પોકસ ઘેટાંમાં લાળ, સ્ત્રાવ, મળ, દૂધ અથવા સ્કેબ દ્વારા પણ ફેલાઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube