ગૌરવ પટેલ, ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ લાંબા સમયથી કોંગ્રેસની નારાજ ચાલી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલે સરકારની સામે લડવાની માનસિકતા સાથે વર્ષ 2019માં રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં હાર્દિક પટેલ દેશની સૌથી જુની પાર્ટીના મુફાટ વખાણ કરતાં થાકતા ન હતા. એ જોતા કાંગ્રેસે પણ હાર્દિકને સૌથી નાની વયમાં ગુજરાત રાજ્યના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા. પણ સમય જતાં કોંગ્રેસથી હાર્દિકનો મોહભંગ થયો હોય તેવા સંકેતો ખુદ તેની તરફથી જ આપવામાં આવ્યાં. ટૂંક સમયમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને તમામ પદો પરથી રાજીનામું આપી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉન સુરતમાં જ બેફામ બન્યા લુખ્ખાતત્વો! દહેશત ફેલાવા હથિયારો સાથેનો વીડિયો વાયરલ કર્યો

જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ હાર્દિકનો કાંગ્રેસ પ્રત્યનો મોહભંગ થવા લાગ્યો. જેમ જેમ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ હાર્દિક પટેલનો કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ ઓછો થતો હોય તેવું જણાઈ રહ્યું છે. જેના સંકેતો ખુદ હાર્દિક જ પોતાના વાણી-વર્તનથી આપી રહ્યો છે. વિસનગરના ધારાસભ્યની ઓફીસમા તોડફોડના કેસમાં હાર્દિકને બે વર્ષની સજા પડી જેના પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો. સ્ટે મળ્યાના બીજા જ દિવસે હાર્દિકે કાંગ્રેસના સ્થાનિક નેતૃત્વ અને પ્રભારી સામે સવાલ ઉઠાવ્યા.

આ પણ વાંચોઃ  દાઉદના સાગરિત અને 1993 મુંબઈ બ્લાસ્ટના 4 આરોપી ને ગુજરાત ATSએ અમદાવાદથી ઝડપી લીધાં

એટલુું જ નહીં હાર્દિક પટેલે ખોડધામના પ્રમુખ અને પાટીદાર સમાજના અગ્રણી એવા નરેશ પટેલને કોંગ્રેસમાં સમાવવા અંગે જલદી નિર્ણય લેવાની સલાહ આપી ભાજપાના વખાણ શરૂ કર્યા. ભાજપના વખાણ પરથી હાર્દિક ભાજપમાં જોડાવાનો છે તે અહેવાલ આવ્યા. જે અગામી એક અઠવાડીયામાં સાચા ઠરશે. સમય વિતતો ગયો તેમ તેમ હાર્દિકના કાંગ્રેસ સામેના નિવેદનમાં વધારો થવા લાગ્યો. હાર્દિકના નિવેદનના કારણે કોંગ્રેસ પાર્ટીને ભારે નુકસાન થઇ રહ્યુ હતુ જેને અટકાવવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સામેથી હાર્દીકને ફોન કરી ચર્ચા માટે આમંત્રીત કરવો પડ્યો.

આ પણ વાંચોઃ  બાપરે...અચાનક ધ્રુજારી આવી અને ટપોટપ ખેતરમાં જ ઢળી પડ્યાં ઘેટાં-બકરાં, પાટણમાં પશુઓના મોતથી ફફડાટ

જે સમયે હાર્દિકે પિતાની પુણ્યતિથિનું બહાનુ આગળ ધર્યુ અને મોવડી મંડળ કે પ્રમુખ સાથે મુલાકાત ન કરી. હાર્દિકની નારાજગી વચ્ચે કોંગ્રેસના નેતાઓએ હાર્દિકના પિતાની પુણ્યતિથીમાં હાજરી આપી. જોકે હાર્દિકના કોંગ્રેસ વિરોધી નિવેદન ચાલુ રહ્યા. સ્થાનિક નેતાગીરીથી નારાજ હોવાનો દાવો કરતા હાર્દીક દાહોદની રાહુલ ગાંધીની સભામાં હાજર રહ્યા અને મુદ્દા પુર્ણ થવાની આશા વ્યક્ત કરી જોકે રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનમાં જિગ્નેશ મેવાણીના જેલવાસનો ઉલ્લેખ કર્યો પણ હાર્દીકની નાંધ ન લેતાં તે ફરી નારજ થયા ઉદયપુર ખાતેની ત્રણ દિવસની ચિંતન શીબિરમાં હાજરી ન આપી અને સતત નારજગી વ્યક્ત કરતા રહ્યા તે સમયે ફરી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ફોન કરી સંપર્ક કર્યો જોકે હાર્દીક પટેલે ફોન ન ઉપાડ્યો અને જગદીશ ઠાકોરે જરૂર પડે કાર્યવાહી કરવા કહ્યુ.

આ પણ વાંચોઃ  World Hypertension Day: ચિંતાએ ચિતા સમાન છે, કેમ લોકો બને છે હાઈપરટેન્શનનો શિકાર? જાણો બચવાના ઉપાય

કોંગ્રેસ પાર્ટી કોઇ પણ નેતા સામે આક્રમક રીતે પગલાં લેતી નથી તે ભુતકાળ દર્શાવે છે જો હાર્દીક સામે કાર્યવાહી કરવામાં આવે તો હાર્દીક તે આફતને અવસરમાં પલટવાનો પ્રયાસ કરે પાટીદાર યુવાનને અન્યાયની વાત આગળ ધરી સીમ્પથી મેળવવાનો પ્રયાસ કરે માટે હાલના તબક્કે હાર્દિક સામે કાર્યવાહી ન કરવાનું મન બનાવ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube