ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉન સુરતમાં જ બેફામ બન્યા લુખ્ખાતત્વો! દહેશત ફેલાવા હથિયારો સાથેનો વીડિયો વાયરલ કર્યો

શું આ લુખ્ખાતત્ત્વોને નથી રહ્યો પોલીસનો કોઈ ડર? કે પછી શાંતિને ડહોળવા માટે થઈ રહ્યું છે આ ષડયંત્ર? વાત માત્ર સુરત પુરતી સિમિત નથી, ગુજરાતના વિવિધ શહેરોમાં આજ પ્રકારે લુખ્ખાતત્ત્વો અવારનવાર ગુંડાગર્દી કરતા હોવાના વીડિયો સામે આવતા રહે છે. હવે તો પોલીસ પોતે પણ ગુંડાના રોલમાં અભિનય કરીને વીડિયો ઉતારતી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. ગૃહ વિભાગ અને સરકાર સામે ખુલ્લો પડકાર ફેંકતા આવા અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવવા કડક પગલાં લેવાની જરૂર છે.

ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉન સુરતમાં જ બેફામ બન્યા લુખ્ખાતત્વો! દહેશત ફેલાવા હથિયારો સાથેનો વીડિયો વાયરલ કર્યો

તેજશ મોદી, સુરતઃ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની જવાબદારી પોલીસની છે. જોકે અનેક વખત પોલીસના ખોફ વચ્ચે પણ ગુનેગારો પોતાની તાકત બતાવવાનું ચૂકતા નથી સુરતમાં અનેક વખત ગુનેગારો ઘાતક હથિયારો સાથે ના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી સીધી પોલીસ ને challenge ફેકતા હોય તેવું જોવા મળ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 17, 2022

 

આ વીડિયોમાં કેટલાક યુવાનો ઘાતક હથિયારો સાથે એક ઘરમાં બેઠા હોય એવું જોવા મળી રહ્યું છે. તલવાર જેવા ઘાતક હથિયારો બતાવી આ અસામાજિક તત્વો સ્થાનિક લોકોમાં પોતાનો ડર બેસાડવા માગતા હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં આ રીતે હથિયાર બતાવવાની ઘટના પહેલી વખત નથી અગાઉ પણ આવા વિડીયો વાયરલ થઇ ચુક્યા છે. આ વીડિયોમાં દેખાતા શકશો વરાછા વિસ્તારના માથાભારે તત્વો હોવાથી તેમની વિરુદ્ધ કોઈ કશું પણ બોલવા તૈયાર નથી.

No description available.

ત્યારે જોવાનું એ છે કે સ્થાનિક પોલીસ આવા તત્વો સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે. કહીને પણ મહત્વનું છે કે સુરત જે ગૃહ રાજ્ય મંત્રી નું hometown છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ જરૂરથી ચિંતા કરનારી છે ત્યારે હવે જોવાનું એ છે કે સુરત શહેર પોલીસ કમિશનર આ પ્રકારની ઘટનાઓ સામે શું એક્શન લે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news