Porbandar News પોરબંદર : પોરબંદરમાં ગુજરાત ATS એ મોડી રાતે આતંકી એક્ટિવિટી સાથે સંકળાયેલું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા 5 આતંકવાદીઓની પોરબંદરથી ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 3 કાશ્મીરી યુવકો અને 2 સુરતના રહેવાસી (સુરતની એક મહિલા સુમાયરા બાનો સહિત) છે. બાકીના ત્રણ આરોપીઓ કાશ્મીરના રહેવાસી છે અને તેમના હેન્ડલર અબુ હમઝાની મદદથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાવા માટે દરિયાઈ માર્ગે ભાગી જવાના હતા. તેમની પાસેથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP)ની સામગ્રી અને ચાકુ પણ મળી આવ્યા છે. સુરતની આ શંકાસ્પદ મહિલાને લઈને ATSની ટીમ પોરબંદર પહોંચી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ આરોપીઓના નામ


  • ઉબેદ નાસિર મીર,

  • હનાન હયાત શાલ,

  • મોહમ્મદ હાજીમ શાહ

  • ત્રણેય કાશ્મીરના છે

  • ઝુબેર અહેમદ મુનશી

  • સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક


ભાજપમાં જવાની ચર્ચા પર ગેનીબેને મૌન તોડીને કહી આ વાત, ‘વાવનો વટ મારી જનતા છે’


આતંકવાદી કનેક્શન ધરાવતી મહિલા સુરતથી પકડાઈ
તો સાથે જ આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. એટીએસ દ્વારા પોલીસની મદદથી લાલગેટ વિસ્તારમાંથી મહિલાની અટકાયત કરી છે. આ મહિલાને પોરબંદર લઈ જવાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા અન્ય 3 ની અટકાયત કરાઈ હતી. ત્રણેયની પૂછપરછમાં મહિલાના નામનો ખુલાસો થયો હતો. સુરતની આ મહિલા પાસેથી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
 


એક આરોપી હજી પકડથી દૂર
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી કે, ગુજરાતમાંથી ઝડપાયેલા 4 આતંકીઓને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. ઈસ્લામિક સ્ટેટની ઓર્ગેનાઈઝેશન સાથે તમામ આતંકી જોડાયેલા હતા. ISISની ઓર્ગેનાઈઝેશન સાથે આતંકીઓ જોડાયેલા હતા. ગુજરાત ATSએ કુલ 4 આતંકીઓની ધરપકડ કરી છે. પોરબંદરમાંથી 3 કાશ્મીરી યુવકોની ATSએ ધરપકડ કરી છે. તો સુરતથી સુમેરાબાનુ નામની મહિલાની ધરપકડ કરાઈ છે. હજુ એક શખ્સની ગુજરાત ATS શોધખોળ કરી રહી છે. ઝુબેર નામનો શખ્સ હજી ડિટેઈન થયો નથી, તેને પણ શ્રીનગર પાલીસ સાથે રહી જલ્દી ડિટેન કરાશે. આ તમામ આઈએસકેપીના મુખ્ય મોડ્યુલમાં ભળી જઈને તાલીમ લઈ અન્ય દેશમાં હુમલો કરવાના હતા. તેમની પાસેથી એક વીડિયો મળી આવ્યો છે, જેમા કેટલીક માહિતી છે. ચારેય લોકો અફઘાનિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા. અફઘાનિસ્તાનમાં આતંકની ટ્રેનિંગ લેવાની ફિરાકમાં હતા, તે પહેલા જ પકડાઈ ગયા. 


રાજાની કુંવરીની જેમ વિકસી રહેલું અમદાવાદ રોજ આટલા કરોડ રૂપિયાનું પાણી પી જાય છે


ગુજરાતમાં ફરી થઈ મોટી આતંકી હલચલ, પોરબંદર પાર પાડ્યું ગુપ્ત ઓપરેશન, 4 ની ધરપકડ


Isis નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સક્રિય છે. ઝડપાયેલ ISISના સક્રિય જૂથના ચારેય સભ્યો છે. કાર્યવાહી દરમિયાન ચારેય પાસેથી ઘણી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય જણા છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. Isis ના આકાની  સૂચનાથી સરહદ પારથી કટ્ટરપંથી બની ગયા હતા. તેમના બદઈરાદા સફળ થાય તે પહેલા ગુજરાત ATS એ પોરબંદરમાં મોડી રાતથી ઓપરેશન શરૂ થયું હતું. એટીએસ પાસે થોડા સમય માટે ઇનપુટ્સ હતા, ત્યારથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તમામને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા. આખરે સવાર સુધીમાં ઓપરેશન પાર પાડ્યુ હતું. 


આજથી ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી, વાવાઝોડાની અસર શરૂ