રાજાની કુંવરીની જેમ વિકસી રહેલું અમદાવાદ રોજ આટલા કરોડ રૂપિયાનું પાણી પી જાય છે
water usage in ahmedabad : કોઇક સમયે કોટ વિસ્તાર પુરતુ મર્યાદીત અમદાવાદ આજે પુર્વમાં વસ્ત્રાલથી પશ્વિમમાં ઘુમા અને ઉત્તરમાં નાના ચીલોડાથી સનાથલ સુધી વિકસ્યુ છે. સાથે જ તેની પાયાની જરૂરિયાતોમા વધારો થયો છે. પાણી એ માણસની સૌથી મોટી પાયાની જરૂરિયાત કહેવાય અને શહેરના વધતા વ્યાપ સામે પાણીનો વપરાશ પણ વધ્યો
Trending Photos
Ahmedabad News ગૌરવ પટેલ/અમદાવાદ : અમદાવાદીઓએ ગત વર્ષે 253 કરોડ 54 લાખ 67 હજાર 652 રૂપિયાના પાણીનો વપરાશ કર્યો. રાજાની કુંવરીની જેમ વિસ્તરી રહેલા અમદાવાદની જરૂરિયાતો પણ દિવસે દિવસે વધી રહી છે. વિસ્તાર વધવાની સાથે પાણીનો વપરાશ પણ ભરપુર માત્રામાં વધ્યો છે. વર્ષ 2010 માં અમદાવાદને 306784 એમએલડી પાણી 40 કરોડ 87 લાખ 76 હજાર 226 રૂપિયાના ખર્ચે આપવામાં આવતું હતું. આજે અમદાવાદને 551189 એમએલડી પાણી 253 કરોડ કરતાં વધારે ખર્ચે પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. કયા વર્ષે કેટલુ પાણી કેટલા ખર્ચે પુરૂ પાડ્યુ જોઇએ આ વિસ્તૃત અહેવાલમાં.
કોઇક સમયે કોટ વિસ્તાર પુરતુ મર્યાદીત અમદાવાદ આજે પુર્વમાં વસ્ત્રાલથી પશ્વિમમાં ઘુમા અને ઉત્તરમાં નાના ચીલોડાથી સનાથલ સુધી વિકસ્યુ છે. સાથે જ તેની પાયાની જરૂરિયાતોમા વધારો થયો છે. પાણી એ માણસની સૌથી મોટી પાયાની જરૂરિયાત કહેવાય અને શહેરના વધતા વ્યાપ સામે પાણીનો વપરાશ પણ વધ્યો છે.
ગુજરાતમાં ફરી થઈ મોટી આતંકી હલચલ, પોરબંદર પાર પાડ્યું ગુપ્ત ઓપરેશન, 4 ની ધરપકડ
વર્ષ 2009-10 માં મહાનગર પાલિકાએ 40 કરોડ 87 લાખ 76 હજાર 226
રૂપિયાના ખર્ચે 3 લાખ 6 હજાર 784 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2010-11 માં મહાનગર પાલિકાએ 49 કરોડ 79 લાખ 88 હજાર 442
રૂપિયાના ખર્ચે 3 લાખ 39 હજાર 761 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2011-12 માં મહાનગર પાલિકાએ 58 કરોડ 92 લાખ 25 હજાર 739
રૂપિયાના ખર્ચે 3 લાખ 65 હજાર 463 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2012-13 માં મહાનગર પાલિકાએ 68 કરોડ 94 લાખ 17 હજાર 797
રૂપિયાના ખર્ચે 3 લાખ 88 હજાર 733 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2013-14 માં મહાનગર પાલિકાએ 75 કરોડ 7 લાખ 22 હજાર 432
રૂપિયાના ખર્ચે 3 લાખ 84 હજાર 818 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2014-15 માં મહાનગર પાલિકાએ 84 કરોડ 32 લાખ 61 હજાર 419
રૂપિયાના ખર્ચે 3 લાખ 92 હજાર 958 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2015-16 માં મહાનગર પાલિકાએ 95 કરોડ 33 લાખ 25 હજાર 736
રૂપિયાના ખર્ચે 4 લાખ 3 હજાર 861 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2016-17 માં મહાનગર પાલિકાએ 108 કરોડ઼ 60 લાખ 27 હજાર 900
રૂપિયાના ખર્ચે 4 લાખ 18 હજાર 253 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2017-18 માં મહાનગર પાલિકાએ 124 કરોડ 45 લાખ 17 હજાર 545
રૂપિયાના ખર્ચે 4 લાખ 35 હજાર 719 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2018-19 માં મહાનગર પાલિકાએ 136 કરોડ 29 લાખ 73 હજાર 622
રૂપિયાના ખર્ચે 4 લાખ 33 હજાર 811 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2019-20 માં મહાનગર પાલિકાએ 161 કરોડ 78 લાખ 92 હજાર 473
રૂપિયાના ખર્ચે 4 લાખ 68 હજાર 134 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2020-21 માં મહાનગર પાલિકાએ 188 કરોડ 81 લાખ 10 હજાર 31
રૂપિયાના ખર્ચે 4 લાખ 96 હજાર 655 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2021-22 માં મહાનગર પાલિકાએ 222 કરોડ 24 લાખ 509 રૂપિયાના ખર્ચે 5 લાખ 31 હજાર 444 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
વર્ષ 2022-23 માં મહાનગર પાલિકાએ 253 કરોડ 54 લાખ 67 હજાર 652 રૂપિયાના ખર્ચે 5 લાખ 51 હજાર 189 મીલયન લીટર પાણી પુરૂ પાડ્યુ
ચેરમેન વોટર સપ્લાસ સમિતિ અમદાવાદ મનપાના વોટર સપ્લાય સમિતિના ચેરમેન જતીન પટેલ જણાવે છે કે, અમદાવાદમાં સૌથી વધારે પાણી નવા પશ્વિમ ઝોનમાં પુરુ પાડવામાં આવે છે અર્થાત સૌથી વધારે પાણીનો વપરાશ નવા પશ્વિમ ઝોનમાં થાય છે. નવો પશ્વિમ ઝોન એટલે અમદાવાદનો પોશ વિસ્તાર જ્યાં વર્ષ 2010માં 180 થી 200 એમએલડી પાણી રોજ પુરુ પાડવામાં આવતુ હતુ. ત્યાં આજની તારીખે દરરોજ 422 થી 423 એમએલડી પાણી પુરુ પાડવામાં આવે છે. અમદાવાદમાં વધારે પાણીના વપરાશ માટે શહેરીકરણ પણ એટલું જ જવાબદાર છે. ભારત દેશમાં શહેરીકરણનો રેશીયો 36 ટકા છે, જેની સામે અમદાવાદમાં 42 ટકાના રેશિયાથી શહેરીકરણ થઇ રહ્યું છે.
મનપા દ્વારા અપાઇ રહેલા પાણી પૈકી 20 થી 25 ટકા પાણીનો ઉપયોગ પીવા માટે થઇ રહ્યો છે. જ્યારે બાકીના પાણીનો ઉપયોગ રોજીદા વપરાશ માટે થાય છે હુ (WHO)ની ગાઇડ લાઇન્સ પ્રમાણે એક વ્યક્તિ દિઠ 140 થી 160 એમએલડી પાણી આપવામાં આવે છે
એક વ્યક્તિને દિવસ દરમ્યાન સરેરાશ કેટલુ પાણી જોઇએ તેને સાદી ભાષામાં સમજીએ તો
રોજ અમદાવાદીઓને કેટલું પાણી વાપરવા જોઈએ
- પીવા માટે 5 લીટર
- નાહવા અને ટોઇલેટ માટે 50 લીટર
- રાંધવા માટે 5 લીટર
- વાસણ ધોવા 10 લીટર
- પોતા કરવા માટે 10 લીટર
- કપડા ધોવા માટે 20 લીટર
- બાકીના કામો માટે 50 લીટર પાણીની સરેરાશ જરૂર પડે
વધતી વસતી વધતો વ્યાપ અને પાણીના વધતા વપરાશને પહોચી વળવા માટે અમદાવાદ મહાનગર પાલિકાના તંત્ર દ્વારા આગોતરુ આયોજન પણ હાથ ધરવામાં આવ્યુ વર્ષ 2010માં 165 ટાંકી અને 138 વોટર ડિસ્ટ્રીબ્યુશ સેન્ટરથી પાણી પુરુ પાડવામાં આવત હતું. આજે 245 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી પાણી પહોંચાડાઇ રહ્યુ છે. અમદાવાદમાં વર્ષ 2030 સુધીમાં 600 એમએલડી પાણીનો જથ્થો મળે તે માટે જાસપુરમાં 200 એમએલડી અને કોતરપુરમાં 300 એમએલડી પાણી ટ્રીટમેન્ટ કરવાનુ આયોજન હાથ ધરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે