ભાજપમાં જવાની ચર્ચા પર ગેનીબેને મૌન તોડીને કહી આ વાત, ‘વાવનો વટ મારી જનતા છે’

Congress MLA Geniben Thakor: બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હતા... આ બાદથી ગેનીબેનની ભાજપમાં જોડાવાની ચર્ચા ઉઠી હતી... જેના પર ગેનીબેને ખુલાસો કર્યો છે 
 

ભાજપમાં જવાની ચર્ચા પર ગેનીબેને મૌન તોડીને કહી આ વાત, ‘વાવનો વટ મારી જનતા છે’

Congress MLA Geniben Thakor બનાસકાંઠા: ગુજરાત કોંગ્રેસમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર. કોંગ્રેસ અને ઉત્તર ગુજરાતમાં ગેનીબેનનો દબદબો છે. ગેનીબેનની ઈમેજ ફાયરબ્રાન્ડ નેતાની છે. તેમના નિવેદનો સતત ચર્ચામાં રહેતા હોય છે. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાય તેવી ઉઠી ચર્ચા ઉઠી હતી. એક સમૂહ લગ્નમાં શંકર ચૌધરી અને ગેનીબહેન ઠાકોર સાથે જોવા મળતાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. ત્યારે ગેનીબેને ભાજપમાં જવાની વાત પર મૌન તોડ્યું છે.

સમૂહ લગ્નના વીડિયોથી ચર્ચા ઉઠી હતી
બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ રાજકીય જગતમાં ચર્ચાને જોર આપ્યું હતું.

ગેનીબેન ટ્વિટ કરીને ખુલાસો કર્યો
ગેનીબેનની ભાજપમાં જવાની ચર્ચાને તેઓએ અફવા ગણાવી હતી. તેઓએ આ વાતને નકારી કાઢી હતી. મોડી સાંજે ટ્વીટ કરીને કહ્યુ હતું કે,  સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી વિધાન સભા અધ્યક્ષ  સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં  કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જુના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યાં છે તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું,વાવનો વટ મારી જનતા છે,દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે… જય હો કોંગ્રેસ…

શું હતું વીડિયોમાં
બનાસકાંઠાના ભાભરમાં વાલ્મિકી સમાજની 19 દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૉધરી અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. હંમેશાં રાજનીતિમાં એકબીજાના કટ્ટર શંકર ચૉધરી અને ગેનીબેન ઠાકોર એક જ ગાડીમાં સવાર થઈને સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યા હોવાનો વિડિઓ વાયરલ થયો છે. આ વીડિયો બાદ ગેનીબેન ઠાકોર અને શંકર ચૉધરી વચ્ચે સમજૂતી થઈ હોવાની અટકળોએ જોર પકડ્યું છે. ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાઈ ભાજપની ટીકીટ ઉપર લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 13મેં એ ભાભરમાં યોજાયેલ વાલ્મિકી સમાજના સમુહલગ્ન સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

ગેનીબેન ઠાકોરે અગાઉ કરી ચૂક્યા છે ભાજપની પ્રશંસા
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીની પ્રશંસા કરી હતી. તેમણે કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કહ્યું હતું કે ભાજપની સ્ટ્રેટેજી જુઓ, આખી સરકાર બદલી નાખે, જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કોઈ કઈ જ ન બોલે.

કોંગ્રેસમાં કશુ વધ્યું જ નથી– ગેનીબેન
નોંધનીય છે કે ગેનીબેને વધુમાં કહ્યું આપણે કોંગ્રેસમાં કશું રહી જ નથી ગયું તો શી ખબર શેના ભાગલા પાડવાના રહી ગયા છે. આગામી સમયમાં કોંગ્રેસને નવું સંગઠન ઉભું કરવું પડે. વાવમાં મને 1 લાખ 2 હજાર વોટ મળ્યા. પાંચ વર્ષમાં માત્ર 2 હજાર લોકો જ પાંચ વર્ષ લોહી પીવાના છે.

ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ બનાસકાંઠાના પ્રવાસે જવાના છે, આ પહેલા શંકર ચૉધરી અને ગેનીબેન ઠાકોરના આ વીડિયોથી અનેક પ્રકારના રાજકીય તર્ક-વિતર્કો ઉભા થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news