Gujarat ATS : ગુજરાત એટીએસએ સોમવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી પટિયાલા હાઉસ કોર્ટથી મેળવી લીધી છે. એટીએસએ 2022 માં મોટી માત્રામાં 500 કરોડ રૂપિયાનુ હેરાઈન જપ્ત કર્યુ હતું અને 6 લોકોની અટકાયત કરી હતી. ડ્રગ્સના આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે. જેના માટે એટીએસએ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યું છે. મંગળવારે સવારે ગુજરાત એટીએસ લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ માંગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત ATS કચ્છ લઇ આવશે. માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં બિશ્નોઈને ભુજની NDPS કોર્ટમાં રજુ કરાશે. પટિયાલા હાઉસ કોર્ટે ગુજરાત ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજુર કરતા ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવશે. પંજાબી સિંગર સિદ્ધિ મુસેવાલાની હત્યમાં ઝડપાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લવાઇ રહ્યો છે.


એકાએક પલટાયું ગુજરાતનું વાતાવરણ, 3 દિવસ આ શહેરોમાં પડશે વરસાદ


ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ રહેલા એનઆઈએએ લોરેન્સ બિશ્નોઈને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા હતા. એનઆઈએએ કોર્ટ પાસેથી આ કેસમાં રિમાન્ડની માંગણી કરી હતી. આ કેસ ગત ડિસેમ્બર મહિનામાં દાખલ કરવામા આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, કેવી રીતે આતંકવાદી સંગઠન આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્ય સીમાઓની માધ્યમથી હથિયારો અને ગોળાબારુદની તસ્કરી માટે સંગઠિત ક્રાઈમ સિન્ડીકેટનો ઉપયોગ કરી રહ્યું છે. 


અનેક લોકોને ધમકી આપી ચૂક્યો છે લોરેન્સ
લોરેન્સ બિશ્નોઈનો આતંક વધુને વધુ વધતું જતું હતું. તેણે અનેક લોકોને ધમકી આપી છે. જેમાં અભિનેતા સલમાનખાન, ઉદ્વવ ઠાકરે જૂથની શિવસેના નેતા સંજય રાઉત તેમજ રાખી સાંવત સહિત અનેક લોકોને ધમકી પણ આપી છે.


આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, યુવકને ચાલતા ચાલતા આવ્યુ મોત, જુઓ CCTV