Gujarat Weather Forecast : ગુરૂવારે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ચૈત્ર માસમાં જ અષાઢી માહોલનો અનુભવ કરાવી દીધો. ગુજરાતના 36 તાલુકાઓમાં માવઠું પડ્યું. સૌથી વધુ ભાવનગર શહેરમાં દોઢ ઈંચ કમોસમી વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લાં અનેક દિવસોથી અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ધરતીપુત્રોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર પાક સમયે માવઠાના કારણે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ત્યારે ગુજરાતભરના પણ કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયો છે. ત્યારે ભાવનગરના ઘોઘા પંથકમાં માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. વરસાદથી ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકશાની થવા પામી છે. આ વિસ્તારના ખેડૂતોએ આ વર્ષે ઘઉં, ચણા, ડુંગળી, ઘાણા સહિતના પાકોનું તેમજ બાગાયતી પાકોમાં આંબા, પપૈયા, લીંબુ સહિતના પાકનું વાવેતર ભારે મહેનત સાથે કર્યું હતું. પરંતુ વરસાદે આ પાક અને સાથે ખેડૂતોની સારા ઉત્પાદનની આશાઓ પર પાણી ફેરવ્યું છે. ખેડૂતો સરકાર પાસે મદદથી આશા રાખી રહ્યાં છે.


વંદેભારત ટ્રેનને વલસાડ પાસે ફરી અકસ્માત, મોટી દુર્ઘટના થતા રહી ગઈ


વાત નુકસાનીની કરીએ તો ગુજરાતમાં માવઠાને કારે કેરી, ધઉં, ઈસબગુલના પાકને મોટું નુકસાન થયું છે. આ પાકોને લગભગ અબજોનું નુકસાન થવાનો અંદાજ છે. ઉત્તર ગુજરાતમાં ઘઉં-ઈસબગુલના પાકને 1000 કરોડના નુકસાનનો અંદાજ છે. તો કેરીના પાકને 70 ટકા ખરાબી થવાની ભીતિ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો કહે છે કે, તેમના કેરીના પાકને 70 ટકા નુકસાની થઈ છે. કેસર, આફુસ કેરી પર તેની અસર જોવા મળશે. માવઠાને કારણે હવે માર્કેટમાં કેરીઓ પણ મોડી આવશે. 


કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને સૌથી મોટી નુકસાની છે. આ મોસમમાં વરસાદના પાણીના ભારથી છોડ નમી જવાની અને દાણા છૂટા પડવાની શક્યતા વધુ છે. સાથે જ હોળી પછી લણણીનો સમય હોવાથી લણણીને અસર પડી છે. 


ગુજરાતના આ મંદિરમાં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે, અહીં દર્શન કરવા પરમિશન લેવી પડે છે


પહેલીવાર માર્ચમાં માવઠું આવ્યું 
સમગ્ર દેશ અને દુનિયા ગ્લોબલ વોર્મિંગ  અને ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે. અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ક્લાઈમેન્ટ ચેન્જ થયું રહ્યુ છે. અને પ્રભાવ પણ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઋતુઓમા ફેરફાર થય રહ્યા છે. વારંવાર સિસ્ટમ બની રહી છે. અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો. અને મહત્તમ તાપમાને 50 વર્ષનો રેકોર્ડ તોડી દિધો. તો ચાલુ વર્ષે ઉનાળાની શરુઆતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. જાણે ચોમાસુ ચાલુ હોય તે એક સપ્તાહ સુધી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી આવતા પવન હિમાલય તરફ જતા રહેતા હતા. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ આપીને પવન ઉપર જઈ રહ્યા છે. માર્ચમાં માવઠુ આ રીતે તો પહેલી વખત થયુ હશે. 


આ ગુજરાતી દાદીએ એવુ કામ કર્યું કે તેમને વંદન કરો એટલા ઓછા, મહેનતની મૂડી દાન કરી દીધી