આ ગુજરાતી દાદીએ એવુ કામ કર્યું કે તેમને વંદન કરો એટલા ઓછા, મહેનતની મૂડી દાન કરી દીધી

Donation by old lady અજય શીલુ/પોરબંદર : પૈસે ટકે સુખી સંપન્ન લોકો સમાજમાં દાન-ધર્મ કરતા હોય તેવા તો અનેક કિસ્સા તમે જોયા હશે પરંતુ એક સામાન્ય પરિસ્થિતિમાં મહેનત મજુરી કરી ગુજરાન ચલાવનાર વ્યક્તિ જો મોટું દાન કરે તેવું જવલ્લેજ ક્યાંક જોવા મળતું હોય છે પોરબંદરના મણીબેન ટાકોચીયા નામના વૃદ્ધાની દાતારીની વાત સાંભળી તમે પણ કહેશો કે વંદન છે તેમની દાતારીને.

1/6
image

દાતારી અને વીરતા અંગે આપણા કવિઓએ લેખકોએ ખુબ લખ્યું છે અને કહેવાય છે ને કે દાતારી અને વીરતાના ટ્યુશન ના હોય તે અંદરથી આવે છે.મૃત્યુ બાદ આપણે સૌ એ સાથે કાંઈ લઇ જવાનું નથી જેમ જન્મ્યા હતા તેમજ કાંઇપણ સાથે લીધા વગર મૃત્યુ પામવાના છે આ વાતો આપણે અવાર નવાર સાંભળવા મળે છે આમછતાં કુટુંબ પરિવારની માયા છુટતી નથી.સમાજમા આપણે અવાર-નવાર સાંભળવા મળે છે કે માત્ર થોડા પૈસા માટે લોકો એકબીજાની હત્યા કરી દેતા પણ અચકાતા નથી ત્યારે દાતારી અને મોહ માયામાંથી છુટી કઇ રીતે જીવી શકાય તેનો સૌ કોઈ માટે એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. 

2/6
image

70 વર્ષ વટાવી ચુકેલ મણીબેન ટાકોચીયા હાલમાં પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં પોતાના નાના એવા મકાનમાં રહે છે.મણીબેનના પતિ મોહનભાઈ ટાકોચીયા કે જેઓને ભેળની રેકડી હતી જેઓ ભેળવારા   મોટાબાના તરીકે શહેરમાં પ્રસિદ્ધ હતા અને પાંચ મહિના પૂર્વે જ મોહનભાઈ ટાકોચીયાનુ મૃત્યુ થયું હતું.પરિવારમા ચાર દિકરીઓ અને એક દીકરો જે તમામના લગ્ન થઇ ગયા છે.

3/6
image

પતિ મોહનભાઈ ટાકોચીયા અને મણીબેને વર્ષો સુધી ભેળની રેકડી વડે તેમજ મણીબેને પોતે ઘરે પંતગો બનાવી વહેંચવા તેમજ કેટરિંગમાં રસોઈ કામ કરી અત્યાર સુધીમાં 12 લાખ 70 હજાર જેટલા રૂપિયા બચાવ્યા હતા.મણીબેને પોતા પાસે માત્ર 70 હજાર રકમ રાખી બાકીની બધી રકમ રૂપિયા 12 લાખ પોરબંદરના હિન્દુ સ્મશાનમાં દાન કરી દીધા છે. આ દાન અંગે મણીબેને જણાવ્યું હતું કે,મેં જીવનમાં બધું જોઈ લીધું છે તમામ તીર્થોની યાત્રા કરી લીધી છે હવે મને પૈસાનો કોઈ મોહ નથી માટે આપણે બધાએ અંતે જે સ્થળ પર જવાનું છે તે જગ્યા સ્મશાનમાં મેં દાન કર્યુ છે.

4/6
image

દાતારી શુરવીરતાની વાતો સાંભળી ગમે પણ જ્યારે ખરે સમયે જ્યારે દાન કરવાની વાત આવે તો જીવ ચાલતો નથી અરે સામાન્ય લોકો પાસે  તો વધુ પૈસા નથી હોતા જેથી તે દાન કરતા સેવાકીય કાર્ય કરતા અચકાય તે સ્વાભાવિક છે પરંતુ સમાજમાં એવા અઢળક લોકો છે જેઓની પાસે સાત પેઢી ચાલે તેટલી સંપત્તિના ભંડાર ભર્યા હોવા છતાં જરાપણ દાન  સેવાકીય કાર્ય કરવાની દાતારી તેઓમાં નથી હોતી પરંતુ પોરબંદરના મણીબેન જેવાની દાતારી જોઈને કહી શકીએ કે આવુ દાન ત્યાગ તો ભારતની માતાઓ જ કરી શકે.મણીબેન ટાકોચીયાના પાડોશમાં રહેતા પાડોશીઓ પણ તેઓની દાતારીને બિરદાવતા જણાવ્યું હતું કે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે સૌ એ સાથે કાંઈ પણ નથી લઈ જવાનું આમ છતાં પૈસાનો મોહ છૂટતો નથી પરંતુ મણીબેનના આ કાર્યને જોઇને અમને પણ ગર્વ થાય છે અને અમને પણ એ વાતની પ્રેરણા મળી છે કે જ્યાં પણ જરુર હોય ત્યાં દાન કરવું જોઈએ

5/6
image

મણીબેને જે 12 લાખ રૂપિયાનું દાન કર્યું છે તે તેઓના મહેનતના પરસેવાની કમાણી છે આમ છતાં સેવાકીય કાર્ય માટે કોઇપણ પ્રકારના સંકોચ કે મોહ વગર જે રકમ દાન કરી છે તે સાચે જ બિરદાવવા પાત્ર છે અને તેના કારણે જ આજે સૌ કોઈ આ વૃદ્ધ મહિલાની દાતારીને વંદન કરતા જોવા મળી રહ્યા છે.  

6/6
image