MPLAD funds in Gujarat : લોકોએ ચૂંટેલા સાંસદોને પોતાના વિસ્તારમાં કામ કરવા માટે ફંડ આપવામાં આવે છે. હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. આવામા ગત પાંચ વર્ષમાં ગુજરાતના 26 સાંસદોએ પોતાના વિસ્તારના લોકો માટે કેટલા ફંડનો ઉપયોગ કર્યો તેનો રિપોર્ટ આવ્યો છે. ભાજપના 26 સાંસદોએ પાંચ વર્ષમાં 230 કરોડ (વ્યાજ સહિત) નો ખર્ચ કર્યો છે, જે તેમના આપવામાં આવેલી 442 કરોડની હકદાર રકમના લગભગ 52 ટકા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ જણાવ્યું હતું કે, 2019 અને 2024 વચ્ચે ગુજરાતમાં MPLAD ફંડ તરીકે ખર્ચવામાં આવેલા કુલ ₹442 કરોડમાંથી લગભગ 48 ટકા "અનઉપયોગી" રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MP લોકલ એરીયા ડેવલપમેંટ ફંડ (MPLAD) યોજના 23 ડિસેમ્બર 1993 ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દરેક સંસદ સભ્ય તેમના મત વિસ્તારના વિશેષ પ્રકારના કામોની ભલામણ કરી શકે, સંસદ સભ્યના ભલામણ બાદ જીલ્લા આયોજન મંડળ દ્વારા તે કામો માટે ભંડોળ ફાળવવામાં આવે છે.


ગુજરાતમાં નવી બીમારીની એન્ટ્રી : જાન્યુઆરીથી અત્યાર સુધી 180 કેસ, 9 લોકોના મોત


2019 થી 2024 ની ટર્મની વાત કરીએ તો આ વખતે MPLAD ફંડ માં ઘટાડો થયો. કોવિડ કાળ દરમ્યાન લગભગ 1.5 વર્ષના સમયગાળા માટે આ યોજના ફ્રીઝ કરવામાં આવી હતી. તેથી આ 5 વર્ષમાટે દરેક સાંસદ પાસે 25 કરોડના બદલામાં માત્ર 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ હતી. 


ગુજરાતના 26 MP ના હસ્તક 17 X 26 = 442 કરોડ રૂપિયા હતા, જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શકતા હતાં. પણ 26 સાંસદોએ માત્ર 354.9994 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી. તે પૈકી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા, અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, જે કુલ મળવાપાત્ર ફંડના માત્ર 49.77% થાય છે.


દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણના મોત


રાજ્યની તમામ 26 બેઠકો ભાજપની છે. ભાજપના 26 સાંસદોએ ₹230 કરોડ (વ્યાજ સહિત)નો ખર્ચ કર્યો છે જે ₹442 કરોડની હકદાર રકમના લગભગ 52 ટકા છે. ADR દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મતવિસ્તાર ગાંધીનગરમાં સૌથી વધુ 3.54 કરોડ રૂપિયાની બિનખર્ચિત બેલેન્સ હતી, ત્યારબાદ કચ્છના વિનોદ ચાવડા (2.35 કરોડ રૂપિયા) ખેડાના દેવુસિંહ ચૌહાણ (₹2.35 કરોડ) હતા. જામનગરના પૂનમબેન માડમ (₹2.19 કરોડ) અને પાટણના ભરતસિંહ ડાભી (₹2.01 કરોડ) છે.


“દરેક સાંસદ આ પાંચ વર્ષ દરમિયાન સરળતાથી ₹17 કરોડનો ઉપયોગ કરી શક્યા હોત. જો કે, તેઓએ આ રકમ કરતાં ઓછો ખર્ચ કર્યો છે. ગુજરાતમાં કુલ મંજૂર થયેલા કામોમાંથી સૌથી વધુ – ₹114.81 કરોડ – રેલવે, રસ્તા, પાથવે અને બ્રિજ પાછળ ખર્ચવામાં આવ્યા છે. અને “અન્ય જાહેર સુવિધાઓ” પર ₹71.32 કરોડ ખર્ચાયા છે. 


ગુજરાતમાં સિવીયર હીટવેવની આગાહી : 40 ડિગ્રી સુધી પારો જશે