Gujarat BJP Operation Lotus બુરહાન પઠાણ/આણંદ : આણંદ જિલ્લાના બોરસદ ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં કૉંગ્રેસના આગેવાન કાર્યકરો સહિત 3072 જેટલા કાર્યકરો કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. બોરસદ તાલુકાના સરપંચો, પૂર્વ સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો, દૂધ મંડળીઓના હોદ્દેદારો સહિત 3072 કાર્યકરોએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધમાં સાકરની જેમ ભળી જશો - પાટીલ 
બોરસદ ખાતે કૉંગ્રેસના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપતા સી આર પાટીલએ કહયું હતું કે, આ વિસ્તારનાં કૉંગ્રેસના એક મુખ્યમંત્રીએ જ્ઞાતિ વાઇઝ રાજકારણ રમી ખામ થિયરી લાવી જ્ઞાતિઓ વચ્ચે ભાગલા પાડવાનું કામ કર્યું હતું અને તેમને થોડા સમયમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ વિસ્તાર કૉંગ્રેસનો ગઢ હોવા છતાં આ વિસ્તારમાં વિકાસના કામો થતા ન હતા. ત્યારે કૉંગ્રેસના કાર્યકરોએ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો યોગ્ય નિર્ણય લીધો છે અને ભાજપમાં સ્વાગત કરું છું. કૉંગ્રેસમાંથી આવેલા કાર્યકરોને કહ્યું હતું કે તમે દૂધમાં સાકરની જેમ ભળી જશો અને ભાજપમાં તમને માન નાં મળે તમારી સાથે યોગ્ય વર્તન ન થાય તો તમેં મને સીધો ફોન કરજો તમારું માન અને સ્વમાન બંને જળવાશે.


ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો કેસરિયો! પાટીલે પેટાચૂંટણીમાં ટિકિટ આપવા કર્યો સંકેત



બોરસદ કૉંગ્રેસના ગઢને ધરાસાઈ કરતું ભાજપ
ભાજપે ઓપરેશન લોટસ અંતર્ગત કોંગ્રેસના સૌથી મોટા ગઢને ધ્વસ્ત કર્યું છે. આજે 3072 કાર્યકરો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. વિવિધ ગામના સરપંચો, તાલુકા જીલ્લા પંચાયતનાં પૂર્વ સભ્યો ભાજપમાં જોડાયા છે. આ રીતે કૉંગ્રેસના દિગગજ નેતા ભરત સોલંકીના ગઢમાં ભાજપે ભંગાણ કર્યું છે. ભાજપના ઓપરેશન લોટસે આણંદમાં મોટો સપાટો બોલાવ્યો. 


ગુજરાતમાં અહી માત્ર 1 રૂપિયામાં થાય છે કેન્સરની સારવાર, દૂર દૂરથી આવે છે દર્દીઓ


તમામ કાર્યકર્તાઓને ભાજપમા આવકારતા સીઆર પાટીલે જણાવ્યું કે, ધોમ ધખતા તાપમાં આટલી મોટી હાજરી ખંભાતમાં હોય એ મોટી વાત છે. ચિરાગ પટેલના વિજય સરઘસમાં હું પરત ખંભાત આવીશ. દેશ રામ મય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઇએ. ચિરાગે માત્ર ખંભાતના વિકાસ અને પાણીની માંગણી કરી છે. નરેન્દ્ર મોદીના વિકાસથી વિદેશીઓ પણ પ્રભાવિત થયા છે. મોદીના કામ અને કામની પદ્ધતિથી વિદેશીઓ પ્રભાવિત થયા છે. રામ મંદિરથી આખા દેશની જ્ઞાતિ જાતિને એક સાથે લાવી શક્યા છે. મુલાયમની સરકારના દંડા કાર સેવકોએ સહ્યાં, પણ ડગ્યા નહિ. રામ મંદિરના નિર્માણ માટે સૌને સાથે લીધા કોઇ અટકચાળો થયો નહી. કેટલાક લોકો ભગવાન રામના દર્શન કરવા ન ગયા, પણ તેમના વિરૂધ્ધ બોલી શક્તા નથી. મોદી સાહેબે બધાની બોલતી બંધ કરી દીધી. મે 182 સીટનો સંકલ્પ કર્યો હતો. મને તમારી તાકાત પર ભરોસો હતો. મને 156 ના અભિનંદન મળ્યા હતા. આંખમાં આંસુ ન હતા પણ હ્રદય રડતું હતું.  


અમદાવાદીઓ, હવે માવો ખાઈને જાહેરમાં થૂંક્યા તો ખેર નથી! AMC એ લીધો મોટો નિર્ણય