અમદાવાદીઓ, હવે માવો ખાઈને જાહેરમાં થૂંક્યા તો ખેર નથી! AMC એ લીધો મોટો નિર્ણય
AMC Cleanliness Campaign : અમદાવાદને સ્વચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા એક્શનમાં... જાહેરમાં થૂંકતાં લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા આદેશ.... 50થી 500 રૂપિયાનો થઈ શકે છે દંડ...
Trending Photos
Ahmedabad અમદાવાદ : અમદાવાદ શહેરને સ્વ્ચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશ્નરના તંત્રને કડક આદેશ છૂટ્યા છે. જાહેરમાં થૂંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. જો હવે તમે માવો ખાઈને અમદાવાદમાં ગમે ત્યાં થૂંકશો તો તમારી પાસેથી 50 થી 500 રૂ. નો દંડ વસૂલવામાં આવી શકે છે.
તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને નંબર વન મળ્યો છે. ત્યારે હવે અમદાવાદ પણ સુરતના પગલે સ્વચ્છના રસ્તે નીકળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકવા બદલ હવે દંડ ફટકારી શકે છે. હવે જો કોઈ અમદાવાદી આવતા જતા વાહન પર જતા થૂંકે અને amc ની ટીમ તમને પકડી શકે છે. આ માટે તમને 50 થી 500 રૂપિયાનો દંડ થઈ શકે છે. એટલુ જ નહિ, એએમસી તમારા ઘરે દંડ પણ મોકલી શકે છે.
cctv નેટવર્કથી પણ થૂંકનાર સામે પગલાં લેવા કમિશનરની સૂચના આપવામાં આવી છે. અગાઉ પણ આ મુજબ ભૂતકાળમાં કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઈ મેમો ઘરે મોકલી વસૂલાતી દંડની રકમ 200 રૂપિયા અને ચાલતા જતી વ્યક્તિને amc ટીમ પકડે તો 50 થી 100 નો દંડ ફટકારી શકે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને ટિમ બનાવી આ અંગે તપાસ કરવાની સૂચના અપાઈ છે.
આટલા લોકોને દંડ ફટકારાયો
એએમસી દ્વારા પેનલ્ટી લેવાનું શરૂ કરાયું છે. બે દિવસમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બે દિવસમાં કુલ 135 લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. 135 લોકો પાસેથી 15,210 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સાથે જ 6000 જેટલા લોકો સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં પકડાયેલા લોકોને ઘરે મેમો મોકલવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે