ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો કેસરિયો! પાટીલે પેટાચૂંટણીમાં ટિકિટ આપવા આડકતરો સંકેત આપ્યો

MLA Chirag Patel Joins Gujarat BJP : ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા... સીઆર પાટીલના હસ્તે ધારણ કર્યો કેસરિયો... 2500થી વધુ કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા...

ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો કેસરિયો! પાટીલે પેટાચૂંટણીમાં ટિકિટ આપવા આડકતરો સંકેત આપ્યો

Gujarat Politics : લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગઈકાલે જ વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે. ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ તમામ લોકો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે કેસરિયા કર્યાં છે. તો સાથે જ ચિરાગ પટેલેને વિધાનસભાની પેટા ચુંટણીની ટિકિટ મળશે તેવા સંકેત પાટીલે આડકતરી રીતે આ કાર્યક્રમમાં આપ્યા. 

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ચિરાગ પટેલનો પુન ભાજપ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે ચિરાગ પટેલ ભાવુક થયા હતા. તેમણે પોતાના મત વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા સરકાર સામે માંગણી કરી હતી. ચિરાગ પટેલને આવકારતા સીઆર પાટીલે કહ્યું કે, દેશ રામ મય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઇએ. 

કોણ છે ચિરાગ પટેલ?

  • ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય
  • 2022ની ચૂંટણીમાં વિજય મેળવ્યો
  • 3711 મતથી ભાજપના મહેશ રાવલને હરાવ્યા
  • 1990 બાદ કોંગ્રેસને ખંભાતમાં અપાવી હતી જીત
  • ચિરાગ પટેલને મળ્યા હતા 69,069 મત
  • ચિરાગ પટેલ વ્યવસાસે કોન્ટ્રાક્ટર છે
  • ચિરાગ પટેલે ધોરણ 10 સુધી કર્યો અભ્યાસ
  • વાસણાના સરપંચપદે પણ કરી ચૂક્યા છે કામ
  • સહકારી ક્ષેત્રમાં ચિરાગ પટેલ ધરાવે છે પ્રભુત્વ
  • કોંગ્રેસના જૂના કાર્યકર છે ચિરાગ પટેલ

8 વર્ષમાં પહેલીવાર ક્રિકેટર ઈરફાન પઠાણે પત્નીનો ચહેરો બતાવ્યો, આવી દેખાય છે સફા બેગ

અત્યાર સુધી કોણે કોણે છોડ્યો પક્ષ 
2022માં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા તેને સવા વર્ષ પણ નથી થયું ત્યાં તો વિધાનસભા ભંગ થઈ ચુકી છે. ચાર ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામું આપી ચુક્યા છે. જેમાં વિસાવદરથી AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, ખંભાતથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ, વિજાપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડા અને વાઘોડિયાથી અપક્ષના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. જેમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ચિરાગ પટેલ આજે જોડાવાના છે. અન્ય બે નેતાઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

કેટલું તૂટ્યુ કોંગ્રેસ
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી ભાજપને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો મળી હતી. કોંગ્રેસના 17 જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી. અન્યને ચાર બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસના બે ધારાસભ્યો તૂટ્યા છે. આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય જ્યારે અપક્ષના એક ધારાસભ્યએ પદ છોડી દીધું છે. જેથી હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિ કાંઈક આવી છે. ભાજપ પાસે 156 ધારાસભ્યો, કોંગ્રેસ પાસે 15 ધારાસભ્યો છે. તો આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ માટે 3 ધારાસભ્યો છે. જે બેઠકો પરથી રાજીનામા પડ્યા છે તેના પર જલ્દી જ પેટાચૂંટણી આવી શકે છે.

બોરસદમાં કોંગ્રેસના 2500 કાર્યકર્તા ભાજપમાં જોડાયા
બોરસદ તાલુકા કૉંગ્રેસમાં મોટું ગાબડુ પડ્યું છે.  કૉંગ્રેસના 2500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયે છે. સરપંચ, પૂર્વ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોનો મોટો સંઘ આજે ચિરાગ પટેલની સાથે ભાજપમાં જોડાયો છે. બોરસદ ખાતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. આમ, બોરસદમાં કૉંગ્રેસનો ગઢ ભાજપે ધ્વસ્ત કર્યો. ભાજપના ઓપરેશન લોટ્સે સપાટો બોલાવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news