ભાજપમાં પક્ષપલટુઓનો વટ પડ્યો! પાયાના કાર્યકર્તા પોસ્ટર લગાવશે, અને પક્ષપલટુ સત્તા ભોગવશે
Loksabha Election 2024 : ભાજપ પક્ષપલટુઓ માટે લાલજાજામ પાથરીને પક્ષ માટે ચપ્પલ ઘસી નાંખનારા કાર્યકર્તાઓને મોટી લપડાક આપી છે... કાર્યકર્તાઓ રહી ગયા, અને પક્ષપલટુઓ જશ ખાટી ગયા
BJP Candidate List : ભાજપના કાર્યકર્તાઓનું નસીબ એવું વાંકુ છે કે, જૂના જોગીઓ ઘરે બેસશે, અને કાર્યકર્તાઓ આયાતી ઉમેદવારો માટે પ્રચાર કશે. ગુજરાતમાં લોકસભામાં ભાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે. ગુજરાતમાં આવી રહેલા લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 11 મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી છે. ત્યારે હવે એવો ઘાટ સર્જાયો છે કે, ભાજપમાં પરસેવો પાડતા પાયાના કાર્યકર્તાઓ પક્ષપલટુઓ માટે પોસ્ટર લગાવશે અને તેમના માટે પ્રચાર કરશે. અને પક્ષપલટુઓ સાંસદ-ધારાસભ્ય બનીને સત્તા ભોગવશે.
ભાજપે ચૂંટણી પહેલા જોરશોરથી ભરતી મેળો કર્યો. ભાજપે પક્ષપલટુઓ માટે લાલજાજમ પાથરી છે. હવે સ્થિતિ એવી બની છે, ભાજપમાં બહારથી આવનારા જશ ખાટી ગયા, અને ઘરના રહી ગયા. ભાજપમાં પક્ષપલટુઓનો દબદબો વધ્યો છે. કમલમ જાણે પક્ષપલટુઓથી ઉભરાયું છે. તેમાંથી 11 પક્ષપલટુઓને ભાજપે ટિકિટ આપીને મોટું ઈનામ આપ્યું છે.
જોઈએ છે... જોઈએ છે: ભાજપને ટક્કર આપે એવાં ઉમેદવાર શોધવા કૉંગ્રેસના હવાતિયાં
હવે એમ કહી શકાય છે કે, ભાજપમાં પક્ષપલટુઓનો વટ પડ્યો. ભાજપ માટે ચપ્પલ ઘસી નાંખનારા કર્યકર્તાઓને કંઈ મળ્યુ નથી. તેમને માત્ર પક્ષપલટુઓની પાછળ રહીને પ્રચાર કરવાનો રહેશે. આ વખતે લોકસભાની ત્રણ બેઠકો પર પક્ષપલટુને ટિકિટ અપાતા ત્રણ સાંસદોને ઘરે બેસવું પડ્યું છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, સાબરકાંઠામાં શોભના બારૈયાના ટિકિટ અપાતા ડો.મહેન્દ્ર મુંજપુરા અને દીપસિંહ રાઠોડને ઘરે બેસવુ પડ્યું છે.
ભાજપમાં કેટલા કોંગ્રેસી?
લોકસભા પહેલા ભાજપ કોંગ્રેસયુક્ત બની ગયું છે. ભાજપના 26 બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી 27 ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે. 26 માંથી 7 ઉમેદવારો નાતો કોંગ્રેસ સાથે છે. જેમાં શોભનાબેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા, પુનમ માડમ સામેલ છે. જેમના ભૂતકાળના છેડા કોંગ્રેસ સાથે અડે છે.
ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ
રૂપાલાથી નારાજ બાપુઓને મનાવવા પાટીલ આજે રાજકોટ જશે, ભાજપના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ