રૂપાલાથી નારાજ થયેલા બાપુઓને મનાવવા પાટીલ આજે રાજકોટ જશે, ભાજપના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ

Parshottam Rupala Statement : ગુજરાતમાં ઘેરાયા પરષોત્તમ રૂપાલા! ક્ષત્રિય સમાજે શરૂ કર્યો આક્રમક વિરોધ, રાજ્યભરમાં ક્ષત્રિયો પોતાની માગ પર અડગ, સીઆર પાટીલ રાજકોટ જઈને ડેમેજ કન્ટ્રોલ કરશે 
 

રૂપાલાથી નારાજ થયેલા બાપુઓને મનાવવા પાટીલ આજે રાજકોટ જશે, ભાજપના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ

Loksabha Election 2024 : રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલું એક નિવેદન તેમને ખુબ જ ભારે પડી રહ્યું છે. એક સમાજ વિશે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ ફરિયાદ દાખલ કરવાની માગ પર અડગ છે ત્યાં ફરી આક્રમક વિરોધ ઉઠ્યો છે. ત્યારે રાજકોટ-ક્ષત્રિય સમાજના આગેવાનોને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું તેડું આવ્યું છે. આજે સીઆર પાટીલ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવાની કમાન સોંપવામાં આવશે. પાટીલ રૂપાલા મામલે ડેમેજ કન્ટ્રોલ કરશે.

માફીથી કામ નહિ ચાલે
કેન્દ્રીય મંત્રી અને પહેલી વખત રાજકોટથી લોકસભા લડી રહેલા પરષોત્તમ રૂપાલાને તેમનું એક નિવેદન બહુ ભારે પડી રહ્યું છે. એટલું ભારે કે માફી માગ્યા છતાં પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ વિશે તેમણે કરેલી ટીપ્પણીથી સમાજ એટલો નારાજ થયો છે કે રૂપાલા સામે ફરિયાદ દાખલ કરવાની માગ પર અડગ છે. સમગ્ર ગુજરાતમાં ઉઠેલો વિરોધનો આ વંટોળ બનાસકાંઠામાં પણ જોવા મળ્યો. દાંતીવાડામાં ક્ષત્રિય સમાજને મામલતદારને આવેદનપત્ર આપી ગુનો દાખલ કરવાની માગ કરી. 

આ પહેલા ગાંધીનગરમાં રૂપાલા સામે વિરોધ જોવા મળ્યો હતો. યુવા ક્ષત્રિય વિકાસ સંગઠને દેહગામમાં પોલીસમાં અરજી આપવામાં આવી હતી. રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેના પર તેમણે માફી પણ માગી લીધી છે. તો ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ ક્ષત્રિય સમાજ ફરિયાદ સિવાય માનવા તૈયાર હોય તેમ લાગતું નથી. ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે.

પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજને સમજાવવા સીઆર પાટીલે આજે રાજકોટમાં બેઠક બોલાવી છે. જેમાં પાટીલ બાપુઓને ભાજપ સાથે રહેવા મનાવશે. 

ચૂંટણી પંચમાં રૂપાલા અને માંડવિયાનો મામલો 
તો બીજી તરફ, પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે. રૂપાલાના ચોક્કસ સમાજ વિશેના નિવેદન અંગે ફરિયાદ દાખલ કરાઈ છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલાઈ છે. સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીએ આ અંગે કાર્યવાહી કરશે. 

નયનાબાનું નિવેદન 
તો બીજી તરફ, પાટીલના રાજકોટ પ્રવાસ પહેલા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાનું નિવેદન આવ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના રાજકોટ પ્રવાસ પહેલા નયનાબા જાડેજાએ કહ્યું કે, સી આર પાટીલ જ્યારે પણ રાજકોટમાં ક્ષત્રિય સમાજ સાથે મીટીંગ કરે ત્યારે ક્ષત્રિય સમાજની તમામ પાંખ સાથે મુલાકાત કરે. 8-10 લોકો સાથે બેઠક ન કરે. પરસોત્તમ રૂપાલાએ જાહેર સભામાં બધાની વચ્ચે અપમાન કર્યું છે. તો આ વાત જ્યારે થાય ત્યારે બધાની વચ્ચે થાય તો જ યોગ્ય કહેવાય. 

રૂપાલાના આ નિવેદન પર વિવાદ
રાજકોટમાં પરસોત્ત રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં એક નિવેદન આપ્યુ હતું, જેના બાદ રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલાની સામે રોષે ભરાયો હતો. રાજપૂતો મુદ્દે વિવાદિત નિવેદન કરતા રૂપાલાને માફી માંગે તેવી મહેશ રાજપૂત દ્વારા માંગ કરાઈ હતી. પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓ રોટી બેટીના વ્યવહાર કર્યા છે. રૂખી સમાજ પર સૌથી વધુ દમન થયું પણ ઝુક્યા નહિ. રૂખી સમાજે ધર્મ નાં બદલ્યો. એક હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા. 

 

રૂપાલાએ માફી પણ માંગી હતી 
તો બીજી તરફ, પરસોત્તમ રૂપાલાએ પોતાની ટિપ્પણી અંગે માફી માંગી હતી. ક્ષત્રિય સમાજ સામે પોતાના ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ સામે રૂપાલાએ માફી માંગી હતી. માફી માંગતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનોને મારા રામ રામ, રાજકોટમાં વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં મેં ભાષણ કયુ હતું. જેનો એક વીડિયો વાયરલ થયો છે. આ બાદ રાજપૂતના સમાજના કેટલાક આગેવાનોએ તેના પર પ્રતિક્રીયા આપી છે. તેઓેએ રોષ પણ વ્યક્ત કર્યો છે. સલાહ પણ આપી છે, આ તમામ આગેવાનોમાં ક્ષત્રિય સમાજના અને રાજવી પરિવારના મારે ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે. હું જે વાત કરતો હતો તેમાં મારો હેતુ વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થતા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. રાજવી કે ક્ષત્રિયો અંગે બોલવાનો હેતુ ક્યારેય ન હતો. ભવિષ્યમાં પણ નહિ હોય. છતા મારા પ્રવચન થકી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજ માટે મારા દિલમાં ખેવના ધરાવું છું. તેથી તેમની ગરિમાને ઘસાતું બોલવાનો મારો ઈરાદો ન હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news