Gujarat BJP Internal Politics : રાજકારણ એટલે ટાંટિયા ખેંચવાની ગેમ. એક આગળ જાય તો બીજો તેના પગ પકડીને નીચે પાડે. આવુ જ કંઈક થઈ રહ્યું છે હાલ ગુજરાતના રાજકારણમાં. ગુજરાત ભાજપમાં મોટાભા બનેલા નેતાઓને હવે પાડી દેવાનો ખેલ પડદા પાછળ ચાલી રહ્યો છે. ચર્ચા છે કે, રૂપાલાનો વિવાદ પણ ભાજપના આંતરિક ખટરાગનું પરિણામ છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ઉભો થયેલો વિરોધ કેમ કરીને શાંત નથી થઈ રહ્યો. કહેવાય છે કે, અન્ય કોઈ નહિ પણ ભાજપના જ અસંતુષ્ટો અસલી ખેલાડી છે. ત્યારે આખાય નાટકમાં પડદા પાછળના ખેલાડી કોણ છે તે જાણવામાં સૌને રસ છે. જોકે, હાલ તો અનેક નેતાઓ સામે આંગળી ચીંધાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઈડલાઈન કરાયેલા હવે ભાજપની નાવ ડુબાડવા નીકળ્યા
હમ તો ડુબે હૈ સનમ, તુમ્હે ભી લે ડુબેંગે... હાલ ગુજરાત ભાજપની સ્થિતિ કંઈક આવી જ છે. પક્ષમાં હાંસિયામાં ધકેલાયેલા નારાજ નેતાઓની નારાજગી હવે સાતમા આસમાને પહોંચી છે. ભાજપે સાઈડલાઈન કરેલા આ નેતાઓ જ હવે ભાજપની નાવ ડુબાડવા નીકળ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ક્ષત્રિય આંદોલનને પાછલા બારણેથી પ્રોત્સાહન મળી રહ્યું છે. જેમાં સમગ્ર પ્રકરણમાં એક પૂર્વ મંત્રી ઉપરાંત પાંચેક અન્ય નેતાઓની આખાય પ્રકરણમાં સંડોવણી હોવાનું કહેવાય છે. હાલ ગુજરાત ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતિ છે. 


નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, હવે ગુજરાત તરફ મીટ માંડો તમારું આંગણું ખરાબ થઈ રહ્યું છે


અંદરના જ ભાજપની આગ ભડકાવી રહ્યાં છે 
લાખ પ્રયાસો છતા પણ ક્ષત્રિયો માનતા નથી. રૂપાલાએ બે વાર તો માફી માંગી, પણ હવે ત્રીજીવાર માફી મંગાવવાનો મૂડમાં ક્ષત્રિયો આવી ગયા છે. આખરે આ શુ થઈ રહ્યુ છે તે કોઈને સમજાતુ નથી. ત્યારે ચર્ચા છે કે, ક્ષત્રિય આંદોલનને વેગ આપવામાં ભાજપના જ મોટાગજાના નેતાઓનો હાથ છે. રૂપાલાની ટિપ્પણીને જાણી જોઈને મોટો મુદ્દો બનાવવામાં આવ્યો છે. ભાજપમાં હાંસિયામાં ઘકેલાયેલા અને ટિકિટથી વંચિત રહી ગયેલા ભાજપના નેતાઓએ જ હવે આડકતરી રીતે ભાજપમાં વિરોધની આગ ભડકાવી છે. સાથે જ રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે અસંતુષ્ટ નેતાઓએ ક્ષત્રિયોને આગળ ધરીને વિવાદ સળગાવ્યો છે. 


ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, એપ્રિલની આ તારીખો નોંધી લેજો


રૂપાલાનો વિવાદ કેમ કરતા થાળે પડી નથી રહ્યો. આ જાણીને મોવડી મંડળ પણ ચોંકી ગયું છે. આખરે એક જણને શાંત કરાવવા જઈએ ત્યા બીજા દસ વિરોધ કરવા ઉભા થાય છે. હાલ સ્થિતિ એવી છે કે, ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય જ્યાં રૂપાલાનો વિવાદ થયો ન હોય. 


 


મજૂરિયા કાર્યકરોના ખભે બંદૂક મૂકીને લોકસભા જીતવાની લડાઈ, પાટીલની ટકોર કે ધમકી