ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, એપ્રિલની આ તારીખો નોંધી લેજો

Heatwave Alert : 13થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાનની આગાહી,,,, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, એપ્રિલની આ તારીખો નોંધી લેજો

Gujarat Weather Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રીકોપ વરસી રહ્યો છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું છે. ત્યારે રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 13 એપ્રિલ, 
14 એપ્રિલ અને 15 એપ્રિલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આ આગાહી સાચી ઠરી તો ખેડૂતોમાં કહી ખુશી કહીં ગમનો માહોલ સર્જાશે. ભારે ગરમી વચ્ચે તાપ થોડો ઓછો થાય તેવી પણ સંભાવના છે. 

રાજ્યમાં અગનગોળા વરસાવતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બુધવારની વાત કરીએ તો, રાજ્યના 6 શહેરોમાં તાપમાન મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. તો 41.7 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 41.5 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર બીજા ક્રમે રહ્યું. કચ્છમાં હિટવેવની આગાહી છે. 

ક્યાં કેટલું તાપમાન રહ્યું

  • ભુજ 41.1 ડિગ્રી
  • ગાંધીનગર 41 ડિગ્રી
  • કંડલા એરપોર્ટ 40.7 ડિગ્રી
  • વડોદરા 39.6 ડિગ્રી
  • ડીસા 39.4 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગર અને કેશોદ 39 ડિગ્રી

હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 13 થી 15 એપ્રિલ દરમિયાન વરસાદની વકી છે. પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હતી. પરંતુ આ જિલ્લાઓ પરથી મોટી ઘાત ટળી છે. ત્યારે હવે વરસાદ આગળ જતા નવા જિલ્લાઓમાં વરસાદી આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથમાં માત્ર માવઠું આવશે. 

ક્યાં ક્યાં વરસાદ આવશે

  • 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત અને ગીર સોમનાથમાં થશે માવઠું  
  • 14-15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર પંથકમાં પડશે આગાહી

 
12 થી 15 એપ્રિલમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે 
તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 

એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ

ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news