નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, હવે ગુજરાત તરફ મીટ માંડો તમારું આંગણું ખરાબ થઈ રહ્યું છે

Rajputs In Patan : રાજકોટની આગ હવે ઉત્તર ગુજરાત સુધી પ્રસરી છે. પાટણ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા રણશીંગુ ફૂંક્યું છે
 

નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, હવે ગુજરાત તરફ મીટ માંડો તમારું આંગણું ખરાબ થઈ રહ્યું છે

Loksabha Election 2024 : રાજકોટના બીજેપીના ઉમેદવાર પુરુસોત્તમ રૂપાલા સ્વામીનો વિવાદ સમગ્ર રાજ્યમાં દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ આ મામલે નમતું જોખવા તૈયાર ન હોય ગ્રામ્ય વિસ્તારમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ત્યારે આજે પાટણ ખાતે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા એમ ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા તથા ઉમેદવારી રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા રણશીંગું ફૂંકાયું હતું.

પાટણના વાળીનાથ ચોક ખાતે આવેલ રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા એમ ત્રણ જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાઈઓને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, પુરુસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ભાજપ હાઈ કમાન્ડ દ્વારા ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આંદોલન ચાલુ જ રહેશે.  ક્ષત્રિય સંમેલનમાં સંકલન સમિતિના સભ્યો અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, અમારો મુદ્દો એક જ છે ઓપરેશન રૂપાલા  ક્ષત્રિય સમાજની એક જ માંગ છે. પુરુસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ થાય અથવા તેઓ ખેલે દીલી બતાવીને પોતાની ટિકિટ પાછી ખેંચી લે. જો તેઓ તેમ નહીં કરે તો જે પરિણામ આવશે તે તેમને ભોગવવું પડશે. પુરુસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વાણી વિલાસના વિરોધમાં ગામે ગામ અને તાલુકા જિલ્લા કક્ષાએ રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. 14 મી એપ્રિલના રોજ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે, જેમાં તમામ ક્ષત્રિય આંદોલનમાં ઉપસ્થિત રહેવાના છે આ સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાશે. 

પહેલા આંગણું ચોખ્ખું કરવાની જરૂર છે
તૃપ્તિબા રાઓલ સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખનું નિવેદન આપતા કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ દિલ્હીની ગાદી સંભાળી દેશ ચોખ્ખું કરી રહ્યાં છો સારી વાત છે, પણ હવે ગુજરાત તરફ મીટ માંડો તમારું આંગણું ખરાબ થઈ રહ્યું છે. સત્તાની લાલચમાં દરેક નેતા નિમ્ન કક્ષાનો વાણી વિલાસ કરી રહ્યા છે. જ્ઞાતિ જાતિ તરફ જઈને ઉભો રહ્યો છે તેનો ભોગ ગુજરાત બની રહ્યું છે, પહેલા આંગણું ચોખ્ખું કરવાની જરૂર છે.

પી.ટી. જાડેજાના જામસાહેબ પર શાબ્દિક બાણ
પાટણના સંમેલનમાં પીટી જાડેજાએ જામસાહેબ દ્વારા 24 કલાકમાં જ આપવામાં આવેલા બે અલગ અલગ નિવેદનને લઈ નારાજગી વ્યકત કરી હતી. પીટી જાડેજાએ કહ્યું હતું કે જામસાહેબનું નિવેદન સાંભળીને મને દુઃખ થયું. કાલે કેવું નિવેદન આપ્યું અને આજે કેવું નિવેદન આપ્યું?. 24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું? આના કરતાં તો ન બોલ્યા હોત તો સારું હતું. જામસાહેબ તમારા દિલના દરવાજા જામ થઈ ગયા છે આ બેટી અને દીકરીઓ માટે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news