Gujarat Education : ગુજરાતના શિક્ષણ વિભાગમાં એવુ બન્યું કે ચર્ચા થઈ ગઈ. જ્ઞાન સહાયક યોજના મુદ્દે શિક્ષણ મંત્રી અને ભાજપના ધારાસભ્ય જ આમને સામને આવી ગયા હતા. કુબેર ડિંડોર ઉમેદવારો પર તાડૂક્યા હતા અને કહ્યું કે, નોકરી કરવી હોય તો કરો, નહિ તો ઘરમાં બેસો. તો હસમુખ પટેલે કહ્યું કે, આ યોજના ઉમેદવારોના હિતમાં નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ટાટ-ટે ઉતીર્ણ ઉમેદવારોએ સરકાર સામે બાંયો ચઢાવી આંદોલન શરૂ કર્યું છે. ત્યારે આ યોજના મુદ્દે ભાજપના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી આમને સામને આવ્યા છે. ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે ઉમેદવારોની તરફેણ કરીને કાયમી ભરતી કરવા માંગ કરી હતી. 


ગુજરાતમાં મોન્સૂન રિટર્ન : અંબાલાલ પટેલની આગાહી, આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ


આ અંગે કેટલાક ઉમેદવાર રજૂઆત કરવા શિક્ષણ મંત્રીની ઓફિસમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સ્કૂલ ઓફ એક્સેલન્સ મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયક યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં 11 માસના કરાર આધારે શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. પરંતું ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે આ વિશે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. 


અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડૉ.હસમુખ પટેલે પણ રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પત્ર લખી સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ કરી છે. હસમુખ પટેલે પત્રમાં લખ્યું છે કે કરાર આધારિત ભરતી બાળકો અને શિક્ષક બનવા માંગતા ઉમેદવારોના હિતમાં નથી. જ્ઞાનસહાયક યોજના અમલમાં આવશે તો ભાવિ શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય બનશે. માટે ગુજરાતના બાળકોના હિતમાં કરાર આધારિત ભરતી ના થવી જોઈએ અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોને ન્યાય મળે તે માટે સરકારે કાયમી ભરતી કરવી જોઈએ.


અમદાવાદને આજે નવા મેયર મળશે, આ વખતે ભાજપ સરપ્રાઈઝ આપશે કે પછી...


પરંતુ રજૂઆત કરવા ગયેલા ઉમેદવારો પર શિક્ષણમંત્રી તાડૂક્યા હતા. છેલ્લા લાંબા સમયથી શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈ રહેલા TET-TAT પાસ ઉમેદવારોએ આખરે થાકી-હારીને રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનો ઘેરાવ કર્યો અને ત્રણ ત્રણ મહિનાથી ભરતી કેમ કરાતી નથી. તેવો સવાલોનો મારો ચલાવ્યો તો મંત્રી ઉમેદવારોને ઉદ્ધતાઈથી ઉડાઉ જવાબ આપતા જોવા મળ્યા. 


તેઓએ કહ્યું કે, તમારે જ્ઞાન સહાયક યોજનામાં જોડાવવું હોય તો જોડાઓ. નહિતર ઘરે બેસી રહો. 


ગુજરાતના આ સ્થળે છે ભૂતોનો વાસ, એક વાર ભૂત જેવો મોટો આકાર ચાલતો જોવા મળ્યો હતો