ચોંકાવનારો ખુલાસો : મહાઠગ કિરણ સાથે કાશ્મીરમાં ભાજપના બે નેતાના પુત્રો પણ હતા!!
Fake PMO Officer In Jammu Kashmir : કિરણ પટેલે કેટલાક પૂર્વ તો કેટલાક વર્તમાન મંત્રીઓ સાથે અને બ્યૂરોક્રેસીના કેટલાક અધિકારીઓ સાથે બેઠક કરી હોવાની વાતો પણ વહેતી કરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ હવે આ છેડા શોધશે
Fake PMO Officer In Jammu Kashmir : નકલી PSI બાદ હવે નકલી IAS કાંડ સામે આવ્યો છે. કિસ્સો જમ્મુ કાશ્મીરનો છે, પણ તેનું કનેક્શન ગુજરાત સાથે છે. મૂળ ગુજરાતના કિરણ પટેલ નામના એક વ્યક્તિએ ગૃહ મંત્રાલયનાં અધિકારી બનીને જમ્મુ કાશ્મીરના તંત્રને એવું ચકરાવે ચડાવ્યું કે અસલી અધિકારી પણ શરમાઈ જાય. જો કે નકલી અધિકારી વધુ સમય સુધી પોતાનો રૌફ ન દેખાડી શક્યો અને પકડાઈ ગયો. જમ્મુ કાશ્મીરમાં રિમાન્ડ પૂરા થતા તેને જ્યુડિશિલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. પરંતુ તેની સાથે કાશ્મીર ગયેલા બે યુવકો પણ ચર્ચામા આવ્યા છે. ગુજરાત ભાજપના બે નેતાના પુત્ર પણ તેની સાથે કાશ્મીર ગયા હોવાનું કહેવાય છે.
કિરણ પટેલે ખોટું કહીને લાભ લીધો
આ વ્યક્તિનું નામ છે, કિરણ પટેલ, જે પોતાની ઓળખ પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર તરીકે આપતો હતો. આ ખોટી ઓળખ આપીને તેણે જમ્મુ કાશ્મીરમાં પોતાની જાળ પાથરી હતી. અહીંના વહીવટી તંત્રને તેણે એમ કહ્યું હતું કે કેન્દ્ર સકારે તેને દક્ષિણ કાશ્મીરમાં સફરજનનાં બગચી માટે ખરીદનારાઓની ઓળખ કરવાનું કામ સોંપ્યુ છે. તે દિલ્લીના ટોચનાં અધિકારીઓ અને રાજકારણીઓનાં નામ લેતો હોવાથી બે સ્થાનિક IAS અધિકારીઓ તેના પ્રભાવમાં આવી ગયા. અધિકારીઓએ માની લીધું કે કિરણ પટેલ પીએમઓનો વરિષ્ઠ અધિકારી છે. જેનો કિરણ પટેલે ખોટો લાભ લીધો. તે એ હદ સુધી અધિકારી બની બેઠો કે સરકારના ખર્ચે ઝેડ પ્લસ સિક્યોટિરી મેળવીને જાહેરમાં ફરતો, બુલેટપ્રૂફ કારમાં જ જવાનોના કાફલા સાથે અવરજવર કરતો. ફાઈવસ્ટાર હોટેલમાં રોકાતો...કાશ્મીરના અધિકારીઓ સાથે બેઠકો કરતો.
ગુજરાતી ખેડૂતે ખરીદ્યો સૌથી મોંઘો નંદી, કિંમત સાંભળીને પગ નીચેથી જમીન સરકી જશે
ચર્ચા છે કે, કિરણ પટેલની સાથે 2 માર્ચના રોજ ભાજપના નેતાના બે પુત્રો પણ આવ્યા હતા. જોકે, તેમના નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો નથી. કિરણ પટેલ મામલે ભાજપના કેટલાક નેતાઓ તેમજ અધિકારીઓ પર છાંટા ઉડી શકે છે. ગુજરાતના કોઈ નેતા કે અધિકારી સાથે કિરણ પટેલના કનેક્શનની તપાસ થશે. રાજકીય નેતાઓ સાથે કિરણ પટેલના ફોટા તેમજ ગુજરાતમાં કોણ કોણ તેની સાથે સંકળાયેલું છે તેની પણ તપાસ એજન્સી તપાસ કરશે. કિરણ પટેલ પાસે ભાજપનું વિઝીટિંગ કાર્ડ પણ છે. તેમજ ભાજપનો સભ્યપદ નંબર 1000130975 છે. કિરણ પટેલના ફેસબુક ફ્રેન્ડ્સમાં ઢગલાબંધ નેતાઓ ભાજપના છે. સાથે જ તે ટોચના ભાજપના સભ્યો સાથે ઘરોબો પણ ધરાવે છે.
કિરણ પટેલે કેટલાક પૂર્વ તો કેટલાક વર્તમાન મંત્રીઓ સાથે અને બ્યૂરોક્રેસીના કેટલાક અધિકારીઓ સાથે બેઠક કરી હોવાની વાતો પણ વહેતી કરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ હવે આ છેડા શોધશે. કિરણ પટેલ અમદાવાદથી કાશ્મીર આવતા પહેલા ડેપ્યુટી કમિશનરે પીએમઓના નામે ફોન કરીને વીઆઈપી સિક્યોરિટી આપવાની સૂચના આપતો હતો.
લવ મેરેજમાં માતા-પિતાની સહી કરવા મામલે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
ટ્વિટર પર લખી ખોટી શૈક્ષણિક લાયકાત
કાશ્મીર ખાણની તે ત્રણ વખત મુલાકાત લઈ ચૂક્યો છે. આ દરમિયાન તેણે અનેક હેલ્થ રિસોર્ટની પણ મુલાકાત લીધી છે. આ માટે તે કાશ્મીરમાં પ્રવાસન વધારવા ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાનું કારણ આપતો. ગુલમર્ગની મુલાકાત માટે તેણે એવું કારણ આપ્યું હતું કે સરકારે તેને કાશ્મીરમાં હોટેલની સવલતોમાં સુધારો કરવાનું કામ સોંપ્યુ છે. પોતાનાં ટ્વિટર હેન્ડલ પર કિરણ પટેલે પોતાની જે શૈક્ષણિક લાયકાત લખી છે, તેને જોઈને કોઈ પણ અંજાઈ જાય. પોતાને ડોક્ટર ગણાવતો કિરણ પીએચડી, એમબીએ, એમટેક, બીઈ જેવી ડિગ્રી હોવાનો દાવો કરે છે. પોતાને સ્ટ્રેટેજિસ્ટ અને કેમ્પેન મેનેજર ગણાવે છે. જો કે અહીં તેણે ક્યાંય એવું નહતું લખ્યું કે તે IAS છે, તેના પર કોઈની નજર પણ ન ગઈ. પોતાના ટ્વિટર હેન્ડલ પર તે જમ્મુ કાશ્મીરની મુલાકાતમાં ઘણા વીડિયો શેર કરતો રહેતો, જેમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોનાં જવાનો સાથે બડગામનાં દૂધપથરી સહિતનાં સ્થળોની તેની મુલાકાત જોઈ શકાય છે. શ્રીનગરના લાલ ચોકમાં ક્લોક ટાવર સામે પોઝ આપતી તસવીર પણ તેમાંથી છે...સંપૂર્ણ પ્રોટોકોલ સાથે ઠગ કિરણ પટેલ સરકારી ખર્ચે કાશ્મીરમાં ફર્યો. ઓક્ટોબરથી શરૂ થયેલો આ સિલસિલો ફેબ્રુઆરી સુધી ચાલ્યો..
એક આઈએએસ અધિકારીને કારણે ખૂલી કિરણ પટેલની પોલ
જો કે ઠગાઈનો આ ખેલ વધુ સમય સુધી ન ચાલ્યો. ફેબ્રુઆરીમાં કાશ્મીરનાં એક IAS અધિકારીએ કિરણ પટેલની શંકાસ્પદ હરકતોની જાણ પોલીસને કરી હતી. જેના આધારે પોલીસે તેના પર નજર રાખી, બીજી જાન્યુઆરીનાં રોજ તે છેલ્લે કાશ્મીર પહોંચ્યો હતો, જો કે સલામતી દળોને કોઈ VIP નાં આવવાની સૂચના અપાઈ નહતી. જેના પરથી પોલીસની શંકા પ્રબળ બની. તેને એરપોર્ટ પર જ રોકવાનો પ્રયત્ન કરાયો, જો કે તે બુલેટપ્રૂફ કારમાં બેસી ગયો હોવાથી આમ થઈ ન શક્યું. ત્યારબાદ શ્રીનગરની હોટેલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી બનાવટી આઈકાર્ડ મળ્યા છે. તેનાં વિઝિટિંગ કાર્ડમાં પોતાનો હોદ્દો પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર તરીકે આપ્યો છે.
બહુ વાયરલ થયો ગુજરાતી ખેડૂતનો આ વીડિયો, બાકી બિલ માટે UGVCL ને આપ્યો જડબાતોડ જવાબ
ઠગ કિરણ સેનાની કમાન પોસ્ટ સુધી ગયો હતો
આ તેની ત્રીજી કાશ્મીર મુલાકાત હોવાનું જણાવાય છે. કાશ્મીર પોલીસે 10 દિવસ સુધી તેની ધરપકડ અને રિમાન્ડની વાતને છૂપાવી હતી, જો કે ગુરુવારે રિમાન્ડ પૂરા થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાતા આ સમાચાર ફેલાઈ ગયા. તેની સામે છેતરપિંડી અને ઠગાઈ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ કિસ્સો કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક છે. કેમ કે ઠગ કિરણ પટેલ એલઓસી પર સેનાની કમાન પોસ્ટ સુધી ગયો હતો. આ મામલે કાશ્મીરનાં બે પોલીસ અધિકારીઓ સામે બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ પણ આ કેસની તપાસમાં જોડાઈ હોવાનું જણાવાય છે. કેમ કે કિરણ પટેલ મૂળ ગુજરાતી છે અને અમદાવાદમાં રહે છે.
PMOના નકલી વિઝીટિંગ કાર્ડ મણિનગરથી બનાવ્યું
આ સમગ્ર કાંડ સામે આવ્યા બાદ ઝી 24 કલાકની ટીમ અમદાવાદનાં ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં પહોંચી હતી, જ્યાં કિરણ પટેલ પોતાનાં પરિવાર સાથે રહે છે. તેના પત્ની હજુ પણ તેની ઠગાઈને માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે તેમનાં પતિને રાજકીય અદાવતમાં ફસાવવામાં આવ્યા છે. જો કે આ વાત તેઓ કેમેરા સામે કહેવા તૈયાર નથી. આ અંગે અમે કિરણ પટેલના વકીલ સાથે પણ વાત કરી. વકીલે સ્વાભાવિક રીતે જ પોતાનાં અસીલનો બચાવ કર્યો. કિરણ પટેલને મળેલા પ્રોટોકોલનું વકીલે જે કારણ આપ્યું તે તમને પણ વિચારવા મજબૂર કરી દેશે. જો કે PMOના નકલી વિઝીટિંગ કાર્ડ અંગે તેમની પાસે કોઈ જવાબ નહતો. જોકે, મણિનગરની દુકાનમાંથી કિરણ પટેલે PMO નું વિઝીટીંગ કાર્ડ બનાવડાવ્યું હતું. હાલ તેના CCTV-ડોક્યુમેન્ટ્સ જપ્ત, ગુજરાત ATS હવે એક્શનમાંઆવી છએ.
કોંગ્રેસમાંથી ગમે ત્યારે ગમે તેની વિકેટ પડી શકે છે! દિલ્હી પહોંચ્યો ગુજરાતનો રિપોર્ટ
કિરણની કુંડળી ગુનાહિત
કાશ્મીર બાદ કિરણ પટેલની ગુજરાતમાં પણ ગુનાહિત કુંડળી સામે આવી ગઈ. અરવલ્લીના ખેડૂતો સાથે ભૂતકાળમાં તે મોટી છેતરપિંડી કરી ચૂક્યો છે. એપ્રિલ 2015થી મે 2016 સુધી તમ્બાકુ અને પશુઆહાર માટે ઊંચુ વળતરની લાલચ આપીને તેણે ખેડૂતો સાથે સવા કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલે તેની ધરપકડ કરાઈ હતી અને રિમાન્ડ પણ મંજૂર થયા હતા. ખેડૂતોને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર કિરણ પટેલે હવે સરકારની આંખોમાં ધૂળ નાંખી છે. હવે તેની ઠગાઈની કુંડળી વધુ ખૂલે તેવી પૂરેપૂરી શક્યતા છે...ગુજરાતમાં તેની જાળમાં કોણ ફસાઈ ચૂક્યું છે, તે ખાસ જોવું રહેશે.
મહાઠગ કિરણ પટેલ અનેકોને લઈ ડુબશે : ભાજપના નેતા અને અધિકારીઓ પર છાંટા ઉડી શકે છે