લવ મેરેજમાં માતા-પિતાની સહી કરવા મામલે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
Patidar Naresh Patel On Court Marriage : કલોલના ધારાસભ્યએ કોર્ટ મેરેજમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા માંગ કરી છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે મોટી વાત કરી
Trending Photos
Khodaldham News : ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલે હાલમાં જ કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા પિતાની સહિ ફરજિયાત કરવાની માંગને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટ મેરેજ વખતે માં-બાપની હાજરી હોવી જોઈએ તે મુદ્દે નરેશ પટેલે કહ્યું કે, 'માં બાપ પણ સમજે આ 21મી સદીની અંદર બે પાત્રને પ્રેમ થાય અને બન્ને સારી રીતે જીવી શકતા હોઈ તો શું કામ એમના લગ્ન ન કરવા પણ 21મી સદીની અંદર આ એક સ્વતંત્ર વિચાર છે.'
લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મામલે નરેશ પટેલનું નિવેદન
ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આગામી પાંચ પ્રકલ્પોની જાહેરાત કરી હતી, જેમાં રાજકોટ પાસેના અમરેલી ગામ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આગામી પાંચ પ્રકલ્પોની જાહેરાત કરી હતી. જેમાં રાજકોટ પાસેના અમરેલી ગામ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ નિર્માણ કરી શૈક્ષણિક આરોગ્ય અને રમતગમતની ભનો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત પૈકીના પ્રકલ્પો પૈકીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ નિર્માણનું કાર્ય પ્રગતિ પર છે. જેના સંદર્ભમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ નર્મદા જિલ્લાના ભુમલીયા કેવડીયા આવ્યા હતા, જેમની સાથે ભરૂચ, વડોદરા નર્મદા જિલ્લાના સમાજના આગેવાનો, નવનિયુક્ત ટ્રસ્ટીઓ, દરેક જિલ્લા, તાલુકાની ખોડલધામ સમિતિના કન્વીનરો, સહ કન્વીનરો કાર્યકરો, સમાજના અધિકારીઓ, રાજકીય સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ,ભરૂચ જિલ્લાની નવનિયુક્ત ટીમ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવો સાથે નરેશભાઈ પટેલે એક મીટીંગ કરી છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આગામી પ્રોજેક્ટ અંગે સંયુક્ત રીતે વિચાર ગોષ્ઠી કરવામાં આવી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ભ્રમલીયા - કેવડીયા ખોડલધામના પ્રોજેક્ટોને આગળ ધપાવવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. હાલ વિધાનસભા ગૃહમાં ચર્ચાયેલી કોર્ટ મેરેજમાં માં બાપ સાથે હોવાની વાત અંગે નરેશ પટેલે જણાવ્યું કે, એ પોતાની અંગત વાત છે. પરંતુ જે ગમતું હોય તે કરવું જોઈએ.
નરેશ પટેલે જણાવ્યું કે, માં બાપ પણ સમજે આ 21મી સદીની અંદર બે પાત્રને પ્રેમ થાય અને બન્ને સારી રીતે જીવી શકતા હોઈ તો શું કામ એમના લગ્ન ન કરવા પણ 21મી સદીની અંદર આ એક સ્વતંત્ર વિચાર છે.
ફતેસિંહ ચૌહાણનુ નિવેદન
કલોલના ધારાસભ્યે ફતેસિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતં કે, મા બાપની મંજુરી વિના લવ મેરેજ થતાં ક્રાઇમ રેશિયો ઉંચા જઇ રહ્યો છે. માતા પિતાની મંજુરીથી લવ મેરેજ થાય તો ક્રાઇમ રેટ 50 ટકા ઘટે. લવ મેરેજની નોંધણી અન્ય જિલ્લામાં કરે છે. કાયદામાં ફેરફાર કરી તેમાં સુધારા કરવા જોઇએ. વકીલ, ડોક્ટર, બિલ્ડર, નેતા, વેપારી, અધિકારી જેવા સતત કામમાં પરોવાયેવા લોકો પોતાની દીકરીનુ ધ્યાન રાખી શક્તા નથી. અસામાજિક તત્વો દીકરીને પ્રલોભન આપી લગ્ન કરે ત્યારે પરિવારજનોએ આત્મહત્યા કરવાનો વારો આવે છે. લવ મેરેજ કરનાર દીકરીને સાસરીમાં સ્થાન ન મળે તો તેણે પણ આત્મહત્યા કરવાનો વારો આવે છે. તેથી લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજીયાત કરવા માંગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે