Gujarat Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ માટે સિંહ આલા પણ ગઢ ગેલા જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવા મથી રહેલા ભાજપનું સપનુ રગદોળાયું છે. 25 બેઠકો જીતવાનો આનંદ એટલો નથી, જેટલી એક બેઠક ગુમાવવાનો રંજ દેખાઈ રહ્યો છે. પરિણામ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખના ચહેરા પર બનાસકાંઠા બેઠક ગુમાવવાનો પસ્તાવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. સાથે જ ભાજપના દરેક બેઠક પર 5 લાખ લીડથી જીતવાનો ટાર્ગેટ પણ પૂરો થયો નથી. પરિણામ બાદ સીઆર પાટીલે મીડિયા સામે આવીને કહ્યું કે, કમનસીબે આ વખતે અમારી મહેનત ઓછી પડી. જાણે અજાણ્યે અમારી ભૂલને કારણે એક સીટ ગુમાવી છે. અમારી ભૂલને સુધારી કામ કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સીઆર પાટીલ બોલ્યા કે, લોકસભાના ઈલેક્શનની આખી પ્રક્રિયા ગુજરાતમાં ખુબ જ શાંતિ પૂર્ણરૂપે પૂરી કરવામાં આવી છે. ખુબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય ઘટના વિના મતદાન અને પરિણામ આવ્યું છે. ગુજરાતમાં આ પહેલા 16 અને 17 મી લોકસભામાં ભાજપે 26 માંથી 26 બેઠકો જીતી હતી. પણ કમનસીબે આ વખતે અમારી મહેનત ઓછી પડી. જાણે અજાણ્યે અમારી ભૂલને કારણે એક સીટ ગુમાવી છે. અમારી ભૂલને સુધારી કામ કરીશું.


પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો : વિધાનસભાની પાંચેય બેઠકો ભાજપે કબજે કરી, કોંગ્રેસની હાર



 


તેમણે કહ્યું કે, રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે જશ્ન નહી મનાવીએ તે પહેલા જ કહ્યું હતું. જેમને પણ દુઃખ થયું છે તેમના દુઃખમાં અમે સહભાગી થઈએ છીએ. રાજકોટની ઘટનાના દુઃખ સાથે આ રિઝલ્ટને અમે વધવીએ છીએ. 26 માંથી 26 બે વખત આવ્યા છે. તેમ આ વખતે પણ જીતવાનો પ્રયાસ અમે પૂરેપૂરો કર્યો. પણ એક સીટ કોઈ ભૂલના કારણે નથી આવી. આ પરિણામને વધાવીને પ્રજાનો આભાર માની અમે ફરીથી જ્યાં પણ કચાશ હશે તેને દૂર કરી ગુજરાતની જે વિકાસની ગતિ અમે પકડી છે તેનાથી વધુ ગતિ પકડીશું. અમારી ભૂલો અને ક્ષતિઓ શોધી અમે પ્રયત્ન કરીશું. 


બનાસની બેને કોંગ્રેસની લાજ રાખી! 10 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખૂલ્યું