Rahul Gandhi Bharat jodo nyay yatra : ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટા ફટકા પડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને ગુલાબસિંહ ચૌહાણને લઈને અનેક વાતો શરૂ થઈ છે. ત્યારે હવે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલા ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં આ યાત્રાના આગમન પહેલા જ બીજેપી મોટો ખેલ રમવાની તૈયારી કરી રહી છે. ચર્ચા છે કે, રામ મંદિરના મુદ્દા પર નારાજ નેતાઓ બીજેપીમાં સામેલ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પર કાતર ચલાવશે ભાજપ 
ગુજરાતમાં 15 મહિના પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 માંથી 156 સીટ જીતીને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસ હજી આ સદમાથી બહાર આવ્યુ નથી, ત્યાં નવા વર્ષની શરૂઆતમાં જ કોંગ્રેસના બે ધારાસભ્યો ચિરાગ પટેલ અને સીજે ચાવડાએ પાર્ટી છોડવાનો ઝટકો આપ્યો. રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને હવે માત્ર 15 રહી છે. 


ગુજરાતીઓના મોંઘેરા શોખ : 51 લાખની ગાડીમાં ખાસ નંબર લેવા 1.01 કરોડની બોલી લગાવી!


ભાજપનો માસ્ટર પ્લાન 
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો વાયદો પૂરો કર્યા બાદ હવે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે. પાર્ટીએ ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ કાર્યાલયો ખોલી દીધા છે. આ વચ્ચે રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે, રાહુલ ગાંધીના ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓ પાર્ટી છોડી શકે છે. તેમાં પોરબંદરના દિગ્ગજ નેતા અર્જુન મોઢવિડાયાનું નામ પણ સામેલ છે. જોકે, અર્જુન મોઢવાડિયાએ ખુદ આ વાતનું ખંડન કર્યું છે.  


જામનગરના કલેક્ટરને આવ્યો હાર્ટ એટેક : મોડી રાતે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા


આજે અપક્ષ ધારાસભ્યનું રાજીનામુ પડશે
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે, અને તેઓ ભાજપમાં જોડાશે. તેમના રાજીનામાથી વાઘોડિયા બેઠક પર લોકસભાની ચૂંટણી સમયે પેટાચૂંટણી આવવાની સંભાવના છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી. ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. 


ભાજપમાં ભળી જશે અડધુ અડધ કોંગ્રેસ
રાજકીય સૂત્રો કહી રહ્યાં છે કે, ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી દીધો છે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈને કેસરિયો કરી શકે છે. અર્જુન મોઢવાડિયાની સાથે લગભગ અડધોઅડધ ટીમ ભાજપમાં પ્રવેશ કરશે એવો દાવો કરાઈ રહ્યો છે. હવે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાંથી પસાર થવાની છે ત્યારે ભાજપ તેમની યાત્રા પહેલા જ કોંગ્રેસ પર કાતર ચલાવશે.