જામનગરના કલેક્ટરને આવ્યો હાર્ટ એટેક : મોડી રાતે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા
ગુજરાતમાં હવે હાર્ટ એટેક જીવલેણ બની રહ્યો છે. સમસ્યા એટલી વકરી રહી છે કે, 10 થી લઈને 40 વર્ષની વયના યુવાઓને હાર્ટ એટેક આવી રહ્યાં છે. આવામાં જામનગરના કલેક્ટર બી.એ શાહને મોડી રાતે હાર્ટ એટેક આવ્યો હોવાનુ સામે આવ્યું છે. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Trending Photos
Jamnagar News : ગુજરાતમાં હવે હાર્ટ એટેક જીવલેણ બની રહ્યો છે. સમસ્યા એટલી વકરી રહી છે કે, 10 થી લઈને 40 વર્ષની વયના યુવાઓને હાર્ટ એટેક આવી રહ્યાં છે. આવામાં જામનગરના કલેક્ટર બી.એ શાહને મોડી રાતે હાર્ટ એટેક આવ્યો હોવાનુ સામે આવ્યું છે. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હાલ તબિયત સ્થિર છે
જામનગર જિલ્લા કલેકટરની મોડી રાત્રે તબિયત લથડી હતી. કલેક્ટર બી.એ શાહને માઇનર હાર્ટ એટેક આવ્યો હતો. માઈનર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. આઈસીયુ વિભાગમાં તાત્કાલિક જિલ્લા કલેક્ટરને સારવાર અપાઈ રહી છે. જોકે, વહેલી સવારે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. આગામી 24 કલાક સુધી જિલ્લા કલેક્ટરને ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે.
ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા.
દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે