Gandhinagar News હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અત્યારથી જ ભાજપે માઈક્રો લેવલે પ્લાનિંગ શરૂ કરી દીધું છે. લોકભાની ચૂંટણી માટે ભાજપ હાલ રણનીતિ બનાવી રહ્યું છે. ત્યારે આ રણનીતિમાં દક્ષિણ ગુજરાતમાં નવસારીનો મોટો રોલ રહેશે. કારણ કે, નવસારી લોકસભા સીટના તર્જ પર અન્ય ગુજરાતમાં લોકસભા સીટોની ચૂંટણી લડાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપની લોકસભા માટે તૈયારીઓ આરંભી દીધી છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપે તૈયારીઓ તેજ બનાવી છે. જિલ્લા કારોબારીના અપેક્ષિત સભ્યોની બેઠક કમલમ ખાતે યોજાઇ. નવસારી લોકસભા સીટના તર્જ પર અન્ય લોકસભા સીટોની ચૂંટણી લડાશે. નવસારી લોકસભા સીટની ચૂંટણી મેનેજમેન્ટ બુથ મેનેજમેન્ટનું પ્રેઝન્ટેશન અન્ય લોકસભા બેઠકો પર અપાશે. ખુદ નવસારી લોકસભાના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ આ પ્રેઝન્ટેશન આપશે. કારણ કે, તેઓએ આ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા. દેશમાં સૌથી વધુ મતો સાથે નવસારી લોકસભા સીટ ભાજપે 2019 ની લોકસભા ચૂંટણીમાં કબજે કરી હતી. 


લોકોને નકલી મરચું વેચનાર મુકેશ મહેશ્વરી છે મોંઘીદાટ ગાડીઓનો શોખીન, અનેક કાર બદલી


આજે અમદાવાદ, સાબરકાંઠા અને પાટણ જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં અન્ય જિલ્લાની કારોબારી સભ્યોની બેઠક કમલમ બોલાવવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તાજેતરમાં લોકસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર કબજો જમાવવા માટે ભાજપ દ્વારા અત્યારથી કમર કસવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સીઆર પાટીલે દરેક બેઠક પર અલગથી પ્રભારી મૂકવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત નવસારી લોકસભા બેઠક પર સૌ પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નવસારી લોકસભા બેઠકની જવાબદારી અશોક ધોરાજીયાને જવાબદારી સોંપવામાં આવી હતી.


આખું ગોહિલવાડ આ વીરના વખાણ કરતા થાકતુ નથી, જેના કારણે આજે અડીખમ ઉભું છે સોમનાથ મંદિર


નવસારી સી. આર. પાટીલનો ગઢ
નવસારી લોકસભા બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. નવસારી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ગઢ ગણાય છે. સી. આર. પાટીલ સતત વર્ષ 2009થી નવસારી લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સી. આર. પાટીલે નવસારી બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ સી. આર. પાટીલે જીત મેળવીને ભાજપનો પરચમ લહેરાવ્યો હતો. 


હાલમાં રાજ્યભરમાં ભાજપના કાર્યકર્તાઓની સક્રિયતા તપાસ માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે 50 ટકાથી ઓછું મતદાન થયું હોય તેવા બૂથ પર પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આવા બૂથ પર કાર્યકર્તાઓની સક્રિયતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


ગુજરાતમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાઈક પર આવેલા શખ્સોએ કર્યું ધડાધડ ફાયરિંગ