રાજકોટમાં આ ભાઈની ટિકિટ પાક્કી : પાટીલે કહ્યું, લોકસભામાં આવે તો અમે લઈ જવા તૈયાર
Rajkot News : રાજકોટના કડવા પાટીદાર આગેવાન મૌલેશ ઉકાણીને મળી શકે લોકસભા ટિકિટ...સી. આર. પાટીલે કહ્યું મૌલેશભાઈ લોકસભામાં આવે તો અમે લઈ જવા તૈયાર..મૌલેશ ઉકાણીની સ્પષ્ટતા, મને દિલ્લી જવામાં નથી રસ....
Gujarat Politics : લોકસભા માટે ગુજરાત ભાજપમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક નેતાઓએ લાગતા વળગતા લોકોને લોબીંગ કરવાનું પણ શરૂ થઈ ગયું છે. જોકે, ટિકિટ કોને મળશે તે તો દિલ્હી દરબારમાં જ માલૂમ પડશે. આવામાં લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલેએ એક ભાઈને ખુલ્લેઆમ લોકસભામાં આવવાની ઓફર કરી છે. સીઆર પાટીલે કહ્યું કે, મૌલેશભાઈ લોકસભામાં આવે તો અમે લઈ જવા માટે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, મૌલેશભાઈ ઉકાણી સૌરાષ્ટ્રમાં ખૂબ જ સેવાકીય પ્રવૃતિમાં મોટું નામ ધરાવતા ઉદ્યોગપતિ છે.
આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં હાજરી આપી હતી. કડવા પાટીદાર આગેવાન મૌલેશ ઉકાણીના ષષ્ઠીપૂર્તિ કાર્યક્રમની પણ આ પ્રસંગે ઉજવણી કરાઈ. ત્યારે સી.આર.પાટીલે મૌલેશ ઉકાણીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા શરૂ થઈ હતી. કાર્યક્રમમાં કાનાફૂસી થઈ કે, લોકસભા ચૂંટણીમાં મૌલેશ ઉકાણીને ટિકિટ મળી શકે છે. કારણ કે, સીઆર પાટીલે જાહેરમાં એવી વાત કરી હતી. ત્યારે શું આ વખતે રાજકોટ લોકસભાની ટીકીટ નવા ચહેરાને મળશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતમા નવરાત્રિના પહેલા નોરતે મોતના ખબર આવ્યા, સુરત-મહેસાણામાં બે લોકોને હાર્ટએટેક
અમદાવાદમાં પ્રેમના ચક્કરમાં મિત્રએ મિત્રની હત્યા કરી, મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન પહોચ્યો
સી.આર.પાટીલની હાજરીમાં મૌલેશ ઉકાણીની રક્તતુલા થઈ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યક્રમમાં હળવી શૈલીમાં કહ્યું કે, એક ચર્ચા એવી છે કે મૌલેશ ભાઈને લોકસભામાં લઈ જવાના છે. મૌલેશભાઈ આવતા હોય તો જરૂર લઈ જઈએ.
તો બીજી તરફ, પાટીલના આવા નિવેદન પર મૌલેશ ઉકાણીએ કહ્યું કે, મારો રસ્તો દ્વારિકાનો છે. મારે ગાંધીનગર કે દિલ્હી જવું નથી. સીઆર પાટીલનો આભાર માનું છું કે તેમને મને આ ઓફર આપી તે બદલ. મારું કામ હમેશા લોકોની સેવા કરવાનું છે નહીં કે રાજકારણમાં જવાનું. મેં અગાઉ પણ અનેક વખત કીધું છે કે મારે રાજકારણમાં જવું નથી.
બે ગુજ્જુ મિત્રોએ ગુજરાતની ધરતી પર શક્ય નથી તેવા લાખોના ફૂલની ખેતી કરી