ગાંધીનગર : રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં વર્ષ 2020-21નાં વર્ષનું 2.17 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું હતું. જેમાં અનેક મહત્વપુર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. આ બજેટમાં સરકાર દ્વારા રાજ્યનાં અબાલવૃદ્ધ તમામને ખુશ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને યુવાનોને ખુશ કરવા માટે સરકારી ભરતીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સરકારી ભરતી હાલ રાજ્યનો એક સૌથી મોટો પ્રશ્ન બનેલી છે ત્યારે સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ખુબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Budget: 2020ના બજેટથી ખુશ થશે ગુજરાતીઓ, ગરીબો માટે તૂવેર દાળથી લઈને ગાય રાખવા સુધીની અનેક મોટી જાહેરાતો 

નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર કાયદો અને વ્યવસ્થા માટે
ગૃહવિભાગ માટે રૂ 7503 કરોડની જોગવાઈ કરાઈ છે. કાયદો વ્યવસ્થા જાળવવા નવી 11 હજાર જગ્યાઓ ઉભી કરાશે. જેનાથી નવી રોજગારીની તકો ઉભી થશે. હોમગાર્ડનું સંખ્યાબળ 45280થી વધારીને 49808 કરાશે. હોમગાર્ડમાં 4528ની સંખ્યાનો વધારો થશે. વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા રૂ 111 કરોડની જોગવાઈ કરાઈ. મહિલા સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં રૂ. 63 કરોડની જોગવાઈ કરાઈ. પોલીસ આવાસ બનાવવા રૂ. 288 કરોડની જોગવાઈ. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીને સુદ્રઢ કરવા રૂ. 80 કરોડ ફાળવાયા. ગાંધીનગરમાં નવી પોલીસ કમિશનર કચેરી બનાવવાની જાહેરાત કરાઈ.આ ઉપરાંત પોલીસ વિભાગમાં પણ વિવિધ સંવર્ગમાં પણ ભરતી કરવામાં આવશે.


સાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગમાં કોઈએ કર્યું ફાયરિંગ, ને ગોળી વાગી ઢોલ વગાડનારાને....

આ પ્રકારે પોલીસમાં 11 હજાર નવી ભરતી જેમાં PI,PSI અને કોન્સ્ટેબલ કક્ષાની ભરતી મુખ્ય રહેશે. આ ઉપરાંત હોમગાર્ડ સંવર્ગમાં પણ 4528 નવી ભરતી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરકારી ભરતી એક સળગતો મુદ્દો છે. જેમાં કોઇને કોઇ કારણથી વિવાદ થતો રહે છે. ક્યારેક અનામત ક્યારેક ભરતી પરીક્ષાઓમાં થતા ગોટાળા ક્યારેક રદ્દ થતી પરીક્ષાઓ સહિત સરકાર સામે સરકારી ભરતી એક મોટો પડકાર બની છે. યુવાનો પણ સરકારથી ખુબ જ નાખુશ છે ત્યારે સરકાર દ્વારા આ પ્રકારની જાહેરાત ખુબ જ મહત્વની છે. ખાસ કરીને યુવાનોમાં પોલીસ સંવર્ગમાં જવાનો ક્રેઝ જોવા મળતો હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube