સાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગમાં કોઈએ કર્યું ફાયરિંગ, ને ગોળી વાગી ઢોલ વગાડનારાને....

ભાવનગર (Bhavnagar) જિલ્લાના દાઠાના બોરડા ગામે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફાયરિંગ (firing in marriage) ની ઘટના બની હતી. જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહીર (mayabhai ahir) ને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને અમરેલીથી આવેલા જાનૈયાઓમાંથી કોઈએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ડ્રમ વગાડવા આવેલ મંડળીના એક કલાકારને ગોળી વાગી હતી. અમદાવાદ વાડજના રહેવાસી ડ્રમ મંડળીના દશરથ રાઠોડને ગોળી વાગી હતી. ગળાના ભાગે ગોળી વાગતા કલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

Updated By: Feb 26, 2020, 02:09 PM IST
સાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગમાં કોઈએ કર્યું ફાયરિંગ, ને ગોળી વાગી ઢોલ વગાડનારાને....

ઝી મીડિયા/ભાવનગર :ભાવનગર (Bhavnagar) જિલ્લાના દાઠાના બોરડા ગામે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફાયરિંગ (firing in marriage) ની ઘટના બની હતી. જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહીર (mayabhai ahir) ને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને અમરેલીથી આવેલા જાનૈયાઓમાંથી કોઈએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ડ્રમ વગાડવા આવેલ મંડળીના એક કલાકારને ગોળી વાગી હતી. અમદાવાદ વાડજના રહેવાસી ડ્રમ મંડળીના દશરથ રાઠોડને ગોળી વાગી હતી. ગળાના ભાગે ગોળી વાગતા કલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

લાખ પ્રયાસો છતાં આખરે ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વચ્ચે આવી ગયું હતું કૂતરું... પછી તો....

બન્યું એમ હતું કે, ભાવનગર જિલ્લાના તળાજાના બોરડા ગામે ગત મોડી રાત્રે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગ હતો. ત્યારે લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં કોઈ વ્યક્તિએ ઉત્સાહમાં આવી હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારે એક વ્યક્તિને ગોળી વાગતા ઇજા થઈ હતી. અમદાવાદના વાડજના ઢોલીને જાનમાં ઢોલ વગાડવા બોલાવવામાં આવ્યા હતા. વરઘોડો બજારમાં ફરી રહ્યો હતો, ત્યારે જ કોઈએ પોતાની પાસેના હથિયાર વડે હવામાં ફાયરિંગ કર્યું હતું, જે ફાયરિંગમાં અમદાવાદથી ઢોલ વગાડવા આવેલા ઢોલીને ગોળી વાગી હતી. ઇજા થતાં ઢોલીને ભાવનગરની ખાનગી હોસ્પિટલે ખસેડાયો છે.

મોટો લોચો... સ્ટીકર મારીને સરકારે ખેડૂતોની આત્મહત્યાના સાચા જવાબો છુપાવ્યા

બોરડા ગામે કલાકાર માયાભાઈ આહીરના ઘરે દીકરીનો લગ્ન પસંગ હોય અમરેલીના ડેર પરિવારની જાન બોરડા આવી હતી. એવી વિગતો સામે આવી રહી છે. જેમાં જાનૈયામાંથી કોઈ વ્યક્તિએ હવામાં ફાયરિંગ કર્યું હતું. જેમાં ઢોલીને ઇજા થવા પામી હતી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરાઈ નથી. પરંતુ લગ્નના માહોલ વચ્ચે હોબાળો થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક