Gujarat Budgetથી ખુશ થશે ગુજરાતીઓ, તૂવેર દાળથી લઈને ગાય રાખવા સુધીની અનેક મોટી જાહેરાતો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.
બજેટમાં સરકારની આ છે જાહેરાત....
સરકાર ગરીબોને તુવેર દાળ આપશે
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે ૧૨૭૧ કરોડની જોગવાઇ. નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટના અમલ માટે 731 કરોડની જોગવાઇ કરી છે. તો સાથે જ સરકાર રાહત દરે વેચાતા અનાજમાં તુવેર દાળનો ઉમેરો કરશે. 66 લાખ લાભાર્થીઓને વર્ષે 12 કિલો તુવેર દાળ રાહત દરે આપવા માટે 287 કરોડની જોગવાઈ કરાઈ છે.
- 2022 સુધીમાં સૌને આવાસનો ઉમદા આશરે પૂર્ણ કરવા 3 લાખ 11 હજારનો લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 2 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત નવા 85 હજાર આવાસ બાંધવામાં આવશે
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 27423 કરોડની જોગવાઈ
- ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે, જે માટે 21000 કરોડની જોગવાઈ કરાઈ છે. ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા 61190 કરોડની જોગવાઈ કરાઈ. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે 300 કરોડની જોગવાઇ.
- કમોસમી વરસાદ, વાવાઝોડું , અતિવૃષ્ટિ, જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન અને ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ 30,000ની સહાય આપવામાં આવશે. આવા સ્ટ્રકચરના બાંધકામ માટે એન.એ.ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે. જેના માટે ૨૩૦૦ કરોડની જોગવાઈ.
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેક્ટર દીઠ 245,000 થી 260,000ની સહાય તેમજં આશરે 32,000 ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઈ.
- વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 2900 એટલે કે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવામાં આવશેૉ. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે. તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 450 કરોડની જોગવાઇ કરાઈ છે.
- ખેડૂતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અથવા દેશના અન્ય ભાગોમાં વેચાણ અર્થે લઇ જઇ શકે તે માટે પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવી ખૂબ જરૂરી બને છે. આ માટે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજના જાહેર કરી છે. જેને સુસંગત કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 250 હજાર થી 275 હજારની સહાય આપવામાં આવશે . જેમાં પ્રથમ તબકકે અંદાજિત 5 હજાર ખેડૂતોને લાભ આપવા 230 કરોડની જોગવાઈ.
- ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે, જે માટે 10 કરોડની જોગવાઈ.
- રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં, ચોખા , કઠોળ , બરછટ અનાજ , કપાસ , શેરડી તથા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહાય આપવા ૨૮૭ કરોડની જોગવાઇ.
- ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ ૨૭૨ કરોડની જોગવાઇ
- એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ૨૩૪ કરોડની જોગવાઈ.
- દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા માટેની જાહેરાત
- પાણી પુરવઠા વિભાગ માટે ૪૩૧૭ કરોડની જોગવાઈ કરાઈ છે. જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ ના સૂત્ર સાથે વર્ષ 2022 સુધીમાં રાજ્યના બાકી રહેતા 17 લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન કરાર્યું છે. જે માટે રૂ.૭૨૪ કરોડની જોગવાઈ કરાઈ.
- આગામી ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ગામોને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરેલ છે.
- સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવા આગામી ત્રણ વર્ષ માટે રૂ 9300 કરોડનું આયોજન કરેલ છે. જેના થકી ૪૬૩૫ ગામોની સવા કરોડ વસ્તીને લાભ થશે. જેનો લાભ ૨૨૦૦ ગામોના ૫૦ લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે.
- નલ સે જલ અભિયાન અંતર્ગત ઘરે ઘરે પાણી પહોંચાડવા ફળિયાઓને મુખ્ય ગામના સંપથી જોડવાનું, ફળિયા તેમજ ગામ ખાતે જરૂરિયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા આગામી બે વર્ષમાં 1000 કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવશે. જેના થકી આશરે 8000 ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે.
- સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી નાવડા, બોટાદ, ગઢડા, ચાવંડ, બુઘેલ, બોરડા, ચાવંડ, ધરાઈ, ભે અને ચાવંડ, લાઠી બલ્ક પાઇપલાઇનના કુલ રૂ.૧૪૦૦ કરોડના કામો શરૂ કરવામાં આવશે. જે માટે 5૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ
- આદિજાતિ વિસ્તારના મહીસાગર, અરવલ્લી, તાપી, પંચમહાલ, દાહોદ તથા નર્મદા જિલ્લાની કુલ 22 લાખ વસ્તીને સમાવેશ કરતી રૂ.1700 કરોડની, 8 જૂથ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણતાના આરે છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ પાણી પુરવઠાના કામો માટે રૂ.૮૫૦ કરોડની જોગવાઈ.
- સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે કચ્છના માંડવી, દ્વારકા, ગીર સોમનાથ, ઘોઘા અને તેની આજુબાજુના વિસ્તારમાં 27 કરોડ લીટર ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાયેલ છે. આગામી બે વર્ષ દરમિયાન આ પ્લાન્ટના કેપિટલ ફાળા તરીકે 1080 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.
- રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગર ખાતે ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુન : ઉપયોગના પ્રોજેકટ પ્રગતિમાં છે. રાજ્યના અન્ય શહેરોમાં આ યોજનાનો વ્યાપ વધારવા રૂ.૧૦૦ કરોડની જોગવાઈ.
- ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી વિતરણ કરવા રૂ. 240 કરોડની યોજનાનું આયોજન છે.
પશુપાલન માટે જાહેરાત...
- નાણાંમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પશુપાલન ક્ષેત્રમાં અને સહકારી ડેરીઓ દ્વારા દૂધ એકત્ર કરી, મૂલ્યવર્ધન કરી પશુપાલકોને દૂધના વ્યાજબી ભાવ આપવામાં અગ્રેસર છે. ખેતીની આવક સાથે પશુપાલનની આવક પણ ગ્રામ્ય અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો આપે છે. રાજ્યના લાખો પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય આપવામાં આવશે. જેથી દૂધાળા પશુઓને પૌષ્ટિક આહાર મળશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. જે માટે કુલ 2200 કરોડની જોગવાઇ કરી છે.
- ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજયમાં કાર્યરત છે. આવી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા નવી યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન, સ્પ્રિંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ 2100 કરોડની જોગવાઇ કરી છે.
- પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા 281 કરોડની જોગવાઇ .
- રાજ્યભરમાં 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે ૨૩૫ કરોડની જોગવાઈ
- હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવી વેટરનરી કોલેજ, મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે ૪૩ કરોડની જોગવાઇ .
- ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે ૨૩૨ કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૭ કરોડની જોગવાઈ .
- મૂંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ 1962ની સેવા 31 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં સેવા સુદઢ કરવા કુલ ૧૩ કરોડની જોગવાઈ
મહિલા અને બાળ વિકાસ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ૨૩૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. પોષણ અભિયાન અંતર્ગત રૂ.૫૫ કરોડના ખર્ચે 53029 આંગણવાડીમાં સ્માર્ટ ફોન અને ગ્રોથ મોનિટરીંગ ડિવાઇસ આપવામાં આવ્યા છે, જેના કારણે 11 જેટલાં રજિસ્ટરોના સ્થાને સમગ્ર કામગીરી સ્માર્ટ ફોન વડે ડિજીટલ કરવામાં આવે છે. આ કામગીરીના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેને વધુ સુદઢ કરવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવશે.
- પોષણ અભિયાન અંતર્ગત ૧૦૦% સુપોષિત આંગણવાડીની સિદ્ધિ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. આ અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે 12,000 અને 6000 તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત ફરનાર પ્રત્યેક આશા વર્કરને 12000નો પુરસ્કાર આપવામાં આવશે, જે માટે રૂ.૮ કરોડ જોગવાઈ.
- શહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી 27 લાખ મુજબ 500 આંગણવાડી કે બાંધકામ માટે 35 કરોડની જોગવાઈ.
- સુરેન્દ્રનગર જિલ્લાના 1500 જેટલા અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી કરવામાં આવશે.
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મિની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે.
- ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત 5 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઈ
- બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય વ્હાલી દીકરી યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ
- 181 અભયમ મહિલા હેલ્પ લાઈન અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ બહેનોને મદદ કરવા અને જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓનું કાઉન્સેલિંગ કરવા 12 કરોડ રૂપિયાની જોગવાઇ
- દૂધ સંજીવની યોજના આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો, ધાત્રી માતાઓ સહિત અંદાજિત 30 લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે કુલ 342 કરોડની જોગવાઈ
સમાજ સુરક્ષા માટે જાહેરાત
- રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 8 લાખ લાભાર્થીઓ માટે કુલ રૂ.૭૫૩ કરોડની જોગવાઇ. વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ. 1500 થી વધારી રૂ. 2160 કરવામાં આવશે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અત્યારે માસિક રૂ.750ની સહાય આપવામાં આવે છે. જેમાં હવે 75 વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂ.1000 પેન્શન આપવામાં આવશે. જે માટે કુલ રૂ. 117 કરોડની જોગવાઇ કરાઈ.
- હાલમાં 8૦ ટકા કે તેથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓને માસિક રૂ.600 સહાય આપવામાં આવે છે. જેમાં વધારો કરી રૂ.1000ની સહાય આપવામાં આવશે.
- પાલક માતા-પિતા યોજના અંતર્ગત 18200 લાભાર્થીઓ માટે રૂ 50 કરોડની જોગવાઈ.
- રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત પરિવારના મુખ્ય વ્યકિતનું કુદરતી કે આકસ્મિક અવસાન થાય તેવા સંજોગોમાં 20,0૦૦ સહાય આપવામાં આવે છે. જેના માટે રૂ.20 કરોડની જોગવાઇ.
- દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગારી માટેના સાધનો માટે રૂ.૨૦, ૦૦૦ની મર્યાદામાં સહાય આપવા રૂ.૧૪ કરોડની જોગવાઇ.
- જૂનાગઢ ખાતે છોકરાઓ માટે અને રાજકોટ ખાતે છોકરાઓ તથા છોકરીઓ માટે ચિલ્ડ્રન હોમ્સના નવા મકાન બાંધકામ માટે રૂ.૬ કરોડની જોગવાઈ.
- ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકાયેલા શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ માટે રૂ. 5૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ નિગમ દ્વારા હાલમાં છાત્રાલયમાં રહેતા જે વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે, તે વધારી હવે રૂ.૧પ૦૦ આપવામાં આવશે.
3 નવી મેડિકલ કોલેજોની જાહેરાત
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 935 કરોડની જોગવાઈ કરાઈ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11243 કરોડની જોગવાઈ કરાઈ. મુખ્યમંત્રી અમૃતમ માં અને મા વાત્સલ્ય યોજના માટે 1105 કરોડની જોગવાઈ કરાઈ. તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ૪૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં હજારની વસ્તી 1 અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવાની નવી જાહેરાત કરવામાં આવી છે. આ અર્બન હેલ્થ અરમાન એમબીબીએસ કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવશે. આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે 80 કરોડની જોગવાઈ કરાઈ છે. એમબીબીએસની યાશિકામાં વધારો કરવા આ વર્ષે 3 નવી મેડિકલ કોલેજો નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજુરી કેન્દ્ર સરકારે આપી છે. જેથી હવે રાજ્યમાં 32 મેડિકલ કોલેજો થશે. આ ત્રણે શહેરોની હયાત સરકારી હોસ્પિટલોને મેડિકલ કોલેજ ચોક બનાવવામાં આવશે. તે માટે 125 કરોડની જોગવાઈ કરાઈ.
ખેડૂતોને વીજળી માટે જાહેરાત
ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે દિનકર યોજનાની જાહેરાત કરાઈ. આગામી 3 વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્ક અને નવા સબસ્ટેશન માટે રૂ. 3500 કરોડનું આયોજન જેના માટે રૂ. 500 કરોડ ફળવાયા. 1 લાખ કૃષિ વીજ જોડાણ માટે રૂ. 1489 કરોડ અને ખેડૂતોને રાહતદરે વીજળી આપવા રૂ. 3785 કરોડ ફાળવાયા
નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવા ૨૭ કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ માટે 13,440 કરોડ ની જોગવાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 387 કરોડની જોગવાઈ, નગર પાલિકાઓમાં પીવાના પાણી માટે વિતરણ માટે 500 કરોડ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 4544 કરોડ ફાળવાયા
- ગૃહ વિભાગ વિવિધ સંવર્ગની નવી 11 હજાર જગ્યાઓ ઉભી કરવામાં આવશે. ગૃહ વિભાગ માટે 7503 કરોડની જોગવાઈ
- નર્મદાના જરૂરી કામો પૂર્ણ કરવા આનુષંગિક કામો પુનઃવસન તથા પર્યાવરણ કામગીરી, ગરુદેશવર વિયર પાવર હાઉસ જાળવણી સહિત ની બાબતો માટે 8755 કરોડ
- મહેસુલ વિભાગ માટે 4473 કરોડ જોગવાઈ કરાઈ. વિશ્વાસ પ્રોજેકટ માટે સીસીટીવી માટે 1111 કરોડ જોગવાઈ
- pdpu કોલેજ રાજકોટ તથા મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એમબીબીએસની 100 અને અનુસ્નાતકની 64 સીટો વધારવા આનુવંશિક કામો માટે તો ૧૩ કરોડની જોગવાઈ કરાઈ
- એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે રૂપિયા 180 કરોડ ના ખર્ચે 600 પથારી નવી મેન્ડેટરી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી, જે માટે 50 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ તપાસ માટે 7 કરોડની જોગવાઈ
- રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા સુદ્રઢ કરવા નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવા ૨૭ કરોડની જોગવાઈ
- જસદણ, હાલોલ સોનગઢ અને ચીખલી કક્ષાની હોસ્પિટલને અપડેટ કરવા ૨૧ કરોડની જોગવાઈ
વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે રૂ 95 કરોડ
વર્ષ 2018-19 માં કુલ વિદેશી રોકાણ FDI રૂ12,618 કરોડ હતું, જે વર્ષ 2019-20ના પહેલા 6 મહિનામાં રૂ. 24,012 કરોડ થયું. ગુજરાત સમગ્ર દેશમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું. છેલ્લા 3 વર્ષમાં 2574 મોટા ઉદ્યોગોમાંથી 735 એકમો ફક્ત ગુજરાતમાં સ્થપાયા. ત્યારે MSME ઉદ્યોગો માટે રૂ. 1450 કરોડની જોગવાઈ કરાઈ છે. એરોસ્પેસ, ડિફેન્સ સેક્ટર માટે રૂ. 950 કરોડ ફાળવાયા. તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે રૂ 95 કરોડ ફાળવાયા.
ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ
- કોલેજમાં પ્રવેશ તા મેળવતા 3 લાખ વિદ્યાર્થીઓઓને ટેબ્લેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા 200 કરોડની જોગવાઈ
- ટેકનિકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ અમારા માટે 155 કરોડની જોગવાઈ
- સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજના ભવનના બાંધકામ માટે 246 કરોડની જોગવાઈ
- યુનિવર્સિટી ખાતે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત 20 કરોડની જોગવાઈ
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી લેકાવાડા ગાંધીનગર ખાતે વિવિધ ભવનોના બાંધકામ માટે 75 કરોડની જોગવાઈ
ગુજરાત ટુરિઝમ માટે
- ગીરમાં આંબરડી લાયન સફારી પાર્ક માટે રૂ 5 કરોડ, નડા બેટના પ્રવાસનને વેગ આપવા રૂ 35 કરોડ અને બાલાસિનોર ડાયનોસર પાર્ક માટે રૂ 10 કરોડ ફાળવાયા
- શુક્લતીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વર મેગા સર્કિટ માટે રૂ. 23 કરોડ કેન્દ્ર સરકારે ફાળવ્યા. રાજ્ય સરકારે રૂ 5 કરોડ ફાળવ્યા
- પોળો ફોરેસ્ટના વિકાસ માટે રૂ 5 કરોડ, વેળાવદર કાળિયાર અભ્યારણ્ય માટે રૂ 3 કરોડ ફાળવાયા.
- જૂનાગઢ ઉપરકોટ, ધોળાવીરા, માતાના મઢ ના વિકાસ માટે રૂ 20 કરોડ, વડનગરને હેરિટેજ શહેર તરીકે વિકસાવવા રૂ 200 કરોડ, શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ 150 કરોડના કામ, ગિરનાર રોપ-વે ના કામ માટે રૂ. 130 કરોડ ફાળવાયા
મહેસૂલ વિભાગ માટે ૪૪૭૩ કરોડની જોગવાઇ
- ખેતીની જમીન માપણી આધુનિક પદ્ધતિથી કરવા માટે 108 તાલુકામાં નવા ડીજીપીએસ વસાવવા માટે 27 કરોડની જોગવાઇ
- શહેરી અને નગરપાલિકા વિસ્તારમાં પ્લોટ અને જમીન મિલકતની માપણી માટે 150 ઇલેક્ટ્રોનિક ટોટલ સ્ટેશન ખરીદવા 13 કરોડની જોગવાઇ
- જન સેવા કેન્દ્રોના આધુનિક કરણ માટે 18 કરોડની જોગવાઈ કરાઈ. 26 સબરજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી બનાવવા 15 કરોડની જોગવાઇ
- મહેસાણા અને આણંદમાં નવા મહેસૂલી ભવન બનાવાશે, જે માટે 10 કરોડની જોગવાઇ
બાગાયત ક્ષેત્રે જાહેરાત
- હજારો લારીવાળા ભાઈ-બહેનો રોડની સાઇડમાં કે ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી, શાકભાજી વગેરેનું વેચાણ કરે છે. આવા નાના વેન્ડર્સની ફળફળાદી, શાકભાજી બગડી ન જાચ તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે. અંદાજે 65 હજાર છૂટક વેચાણકારો માટે 28 કરોડની જોગવાઈ.
- ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી અને છોટાઉદેપુરમાં એફ.પી.ઓ. આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેને ઇ-નામા સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા 25 કરોડ રૂપિયાની જોગવાઈ.
- બાગાયતી પાકના મૂલ્ય વર્ધન માટે કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ આપવા 6 કરોડની જોગવાઈ
- જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એક્સલેન્સ ઊભું કરવા 2 કરોડની જોગવાઇ.
- કૃષિ યુનિવર્સિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ 750 કરોડની જોગવાઈ.
સહકાર ક્ષેત્રે જાહેરાત
- કુદરતી આફત સમયે ખુલ્લામાં પડેલ ખેતપેદાશોને મોટું નુકશાન થતું હોય છે. તેથી આવી ખેતપેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે. જે માટે જોગવાઇ 50 કરોડ રૂપિયાની જોગાવાઈ. નબળી કે બંધ ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે આવી મિલો ફરી શરૂ કરવી જરૂરી છે. આથી આવી મીલો સાથે જોડાણ ફરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ.
- ભારત સરકારની યોજના અંતર્ગત વર્ષ 2018-19ના શેરડી પેમેન્ટ માટે ખાંડ સહકારી મંડળીઓએ પાંચ વર્ષની અવધિ માટે મેળવેલ સોફટ લોનનું વ્યાજ ભારત સરકાર દ્વારા એક વર્ષ માટે ચૂકવવામાં આવનાર છે. રાજય સરકાર આ સોફ્ટ લોન ભરવાપાત્ર થતા વ્યાજના 7% અથવા ખરેખર ચૂકવવામાં આવનાર વ્યાજ આ બે જે ઓછું હોય તેટલી વ્યાજ સહાય વધુમાં વધુ ચાર વર્ષ સુધી આપશે.જે માટે રૂ.૨૩ કરોડની જોગવાઇ.
7 નવા બસ સ્ટેશન બનાવાશે, 9 જૂના સ્ટેશનને રિનોવેટ કરાશે
- ગીફ્ટ સિટી માટે શેર મુડી ફાળા પેટે ૨૦૦ કરોડની જોગવાઇ, જાહેર પરિવહન માટે 895 નવી બસો મૂકાશે. બીએસ 6 મોડલ આધારિત બસોથી પ્રદૂષણ ઘટશે.
- 7 નવા બસસ્ટેશન અને 9 જૂના જર્જરિત સ્ટેશનને આધુનિક બનાવવા 30 કરોડ રૂપિયા ફાળવાયા.
- અલંગ શીપ રિસાયકલિંગ યાર્ડનું 715 કરોડના ખર્ચે આધુનિકીકરણ થશે.
- સુરેન્દ્રનગર જિલ્લાના 1500 જેટલા અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી ચાલુ કરવામાં આવશે.
- અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જિલ્લાની મધ્યસ્થ જેલમાં આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે
- સામાન્ય વહીવટ વિભાગ માટે 1766 કરોડની જોગવાઇ
- એટીવીટી અને સ્થાનિક વિકાસ માટે 10308 કરોડની જોગવાઇ
કાયદો અને વ્યવસ્થા માટે
ગૃહવિભાગ માટે રૂ 7503 કરોડની જોગવાઈ કરાઈ છે. કાયદો વ્યવસ્થા જાળવવા નવી 11 હજાર જગ્યાઓ ઉભી કરાશે. જેનાથી નવી રોજગારીની તકો ઉભી થશે. હોમગાર્ડનું સંખ્યાબળ 45280થી વધારીને 49808 કરાશે. હોમગાર્ડમાં 4528ની સંખ્યાનો વધારો થશે. વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા રૂ 111 કરોડની જોગવાઈ કરાઈ. મહિલા સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં રૂ. 63 કરોડની જોગવાઈ કરાઈ. પોલીસ આવાસ બનાવવા રૂ. 288 કરોડની જોગવાઈ. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીને સુદ્રઢ કરવા રૂ. 80 કરોડ ફાળવાયા. ગાંધીનગરમાં નવી પોલીસ કમિશનર કચેરી બનાવવાની જાહેરાત કરાઈ.
શિક્ષણ વિભાગ માટેની જાહેરાતો....
શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઈ કરાઈ છે. નવી school of excellence યોજનાની જાહેરાત કરવામાં આવી. રાજ્યની શાળાઓ પૈકી 500 શાળાઓને school of excellence તરીકે વિકસાવવામાં આવશે. જેના માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓના નવા 7000 ખંડોના બાંધકામ હાથ ધરવા માટે 650 કરોડની જોગવાઈ કરાઈ છે. શાળાકીય શિક્ષણ ગુણવત્તા સુધારવા અને યોજનાઓના online real time માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ મજબૂત બનાવવા માટે 188 કરોડની જોગવાઈ મૂકાઈ છે. શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે gujarat school quality accreditation council માટે 5 કરોડની જોગવાઈ કરાઈ છે. ધોરણ 1 થી 8ના આશરે 30 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને પદ સંગમ યોજના માટે 980 કરોડની જોગવાઈ કરી છે.
મત્સ્યોદ્યોગ ક્ષેત્રે જાહેરાત
- પરંપરાગત રીતે માછીમારી કરતાં નાના માછીમારોને એન્જિન ખરીદીમાં સહાય આપવાની નવી યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના અંતર્ગત દરિયાઈ ફીશીંગ બોટ, 2 સ્ટ્રોક, 4 સ્ટ્રોક આઇબીએમ અને ઓબીએમ એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા 1 લાખ 20 હજારની 50 ટકા સહાય આપવામાં આવશે. જે માટે રૂ. 29 કરોડની જોગવાઇ .
- માછીમારોની બોટના એન્જિનમાં વપરાતાં ડીઝલ પર વેટ વેચાણવેરા માફી યોજના અંતર્ગત રૂ.૨૦૦ કરોડની જોગવાઈ.
- માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્યબંદરોના વિકાસ અને હયાત મત્સ્યબંદરોના નિભાવ તેમજ સુવિધાઓ વિકસાવવા રૂ.૧૫૦ કરોડની જોગવાઇ.
- આંતરદેશીય અને દરિયાઇ મત્સ્યોદ્યોગને નફાકારક તેમજ સલામત બનાવવા માટે માછીમારોને આધુનિક સાધનો પૂરા પાડવા રૂ. 287 કરોડની જોગવાઈ.
- માછીમારી વખતે આપત્તિના સમયમાં બચાવ થઇ શકે તે માટે બોટ પર સેફ્ટી સાધનો વસાવવા માટે સાધન સહાય આપવા 2 કરોડ રૂપિયાની જોગવાઈ.
નર્મદા યોજના માટે
નર્મદા બંધ પછી ચોમાસા દરમ્યાન ઉપલબ્ધ થનારા વધારાના પાણીથી કચ્છ અને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે, જે માટે કચ્છ શાખા નહેરના બાકીના કામ પૂર્ણ કરવા 1084 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. નર્મદા યોજના નહેર માળખાની મીયાગામ વડોદરા સૌરાષ્ટ્ર અને કચ્છના શાખા નહેરો ઉપર 18 સ્થળોએ નાના વીજમથકો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે, જે પૈકી 8 વિદ્યુત મથક કાર્યરત થયેલ છે. બધા જ વીજમથકો કાર્યરત થતા હું વીજળી ઉત્પાદન આશરે 86 મેગાવોટ થશે, જે માટે 90 કરોડની જોગવાઈ છે.
બજેટ પહેલાની સ્પીચ
બજેટ રજૂ કરતા પહેલા નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતે ઐદ્યોગિકીકરણમાં હરળફાળ ભરી છે. સાર્વત્રિક રીતે ગુજરાત રોડ મોડલ બન્યું છે. વિશ્વમાં નામના મેળવી છે. અમારી સરકારનું લક્ષ્ય વિજયભાઈના નેતૃત્વમાં જે રાજ્યને છેલ્લા 25 વર્ષમાં ઉત્તમ બનાવ્યું છે, તેમાઁથી સર્વોત્તમ તરફ પહોંચવાનું લક્ષ્ય બનાવ્યું છે. પ્રધાનમંત્રી કૃષિ સન્માન યોજના અંતર્ગત વાર્ષિક 6 હજાર સહાય આપવાની યોજના બનાવી હતી, જેમાં એક વર્ષમાં ગુજરાતના 48 લાખ ખેડૂતોને રૂપિયા 3186 કરોડ આપણને મળી ચૂક્યા છે. 1960થી આજ સુધીનું સૌથી મોટું કૃષિ સહાય પેકેજ રાજ્ય સરકારે મંજૂર કર્યું છે. તમામ સરકાર ખેડૂતોના ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે