Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 લાખની લીડ અને ક્લિનસ્વીપનાં સપનાં રોળાયાં, શાહથી લઈને પાટીલ સુધીના નેતાઓ કેટલી લીડ


નોંધનીય છે કે વિજય બાદ ગેનીબેન ભાવુક બનીને બનાસકાંઠાના કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોરને ભેટી પડ્યા હતા જ્યાં તેમની આંખમાં જીતની ખુશીના હરખના આંસુ આવ્યા હતા. જોકે ગેનીબેન પોતાના ઉપર વિશ્વાસ મુકવા બદલ મતદાતાઓનો આભાર માનતા કહ્યું હતું કે જે રીતે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને જીતાડી છે તે રીતે લોકોના કામ માટે હું હંમેશા ખડેપગે રહીશ અને જિલ્લાના બકીમાં વિકાસના કામો અગ્રેસર કરીશ.


પહેલાં 15 રાઉન્ડમાં જે ઉમેદવાર આગળ હતો, છેલ્લાં રાઉન્ડમાં બાજી બદલાઈ, જીતની ખુશી હાર


કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજેતા બનતા દાંતાના ધારાસભ્ય કાન્તિ ખરાડીએ આ જીત જનતાની જીત ગણાવી હતી અને કહ્યું હતું કે લોકોએ તેમનું મત રૂપી મામેરું ભર્યું છે લોકોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મુક્યો તે કોંગ્રેસ તૂટવા નહિ દે. 


જૂનાગઢ સીટ પર રાજેશ ચુડાસમાની સળંગ ત્રીજી જીત, હીરા જોટવાએ કહ્યું; હારની સમીક્ષા કરી


તો બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે લોકોએ ભાજપને ઝાકરો આપ્યો છે ,ખુદ પ્રધાનમંત્રી મોદીએ અહીં આવીને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી પણ લોકો તેમને ઓળખી ગયા છે. એકબાજી તંત્ર હતું અને સરકાર હતી તો બીજી બાજી બનાસની બેન ગેનીબેન હતા અને લોકોએ તેમને જીતાડીને ભાજપને બતાડી દીધું.