વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ ત્રાટકશે
IMD Rain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 189 તાલુકામાં નોંધાયો વરસાદ... આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી.... જાણો શું છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
આજે ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને, મહીસાગરમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને, બોટાદમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટ છે.
વાવાઝોડા જેવો પવન ફૂંકાશે
xહવામાન વિભાગે જણાવ્યું કે, આ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાવાની શક્યતા છે. આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. (Image : windy.com)
પરેશ ગોસ્વામીની આગાહી
હજુ 3 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે. તેમણે કહ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. હજી પણ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે. (Image : windy.com)
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, નવરાત્રિ સમયે ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે. જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. જોકે હાલ નવરાત્રી સમયે છુટા છવાયા વરસાદની કરાઈ આગાહી છે. હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હાલ બે સિસ્ટમ સક્રિય જેને લઈને વરસાદી માહોલ છે. સાયકલોનીક સર્ક્યુંલેશન અને ટ્રફને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. નવરાત્રિ સમયે સૌરાષ્ટ્ર સિવાય છુટા છવાયા વિસ્તારમાં વરસાદ રહેશે.
Trending Photos