5 લાખની લીડ અને ક્લિનસ્વીપનાં સપનાં રોળાયાં, જાણો શાહથી લઈને પાટીલ સુધીના નેતાઓ કેટલી લીડથી જીત્યા

Lok Sabha Chunav Result 2024: લોકસભાની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપ માટે શાનદાર રહ્યા પરંતુ તે 26-0ની ક્લીન સ્વીપ કરી શક્યું નહીં.કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવી. ગુજરાતમાં ભાજપના કયા ઉમેદવારોએ સૌથી વધુ માર્જિનથી જીત મેળવી તેની વાત કરીએ તો..

5 લાખની લીડ અને ક્લિનસ્વીપનાં સપનાં રોળાયાં, જાણો શાહથી લઈને પાટીલ સુધીના નેતાઓ કેટલી લીડથી જીત્યા

Lok Sabha Chunav Result 2024: લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ક્લીન સ્વીપ કરશે તેવા દાવાની હવા નીકળી ગઈ કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવી. જેના કારણે ભાજપ સતત 26-0ની હેટ્રિક મારી શક્યું નહીં. જોકે ભાજપના બીજા તમામ 25 ઉમેદવારોએ જીત મેળવી લીધી. રાજપૂત સમાજના જંગી વિરોધ છતાં પણ ભાજપને બીજું કોઈ નુકસાન થયું નહીં ત્યારે ભાજપના કયા ઉમેદવાર કઈ બેઠક પરથી જીત્યા?

લોકસભાની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપ માટે શાનદાર રહ્યા પરંતુ તે 26-0ની ક્લીન સ્વીપ કરી શક્યું નહીં.કેમ કે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવી. ગુજરાતમાં ભાજપના કયા ઉમેદવારોએ સૌથી વધુ માર્જિનથી જીત મેળવી તેની વાત કરીએ તો...

નવસારી બેઠક પરથી સીઆર પાટીલનો સાડા સાત લાખ કરતાં વધુ મતથી ફરી જંગી વિજય થયો છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહનો 7 લાખ 31 કરતાં વધુ લીડથી જંગી વિજય થયો. પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવની 5 લાખ કરતાં વધુ લીડથી જીત થઈ છે. વડોદરા બેઠક પરથી ડૉ. હેમાંગ જોશીનો 5 લાખ 82 હજાર કરતાં વધુ લીડથી વિજય થયો છે. રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાનો 4 લાખ 72 હજાર કરતાં વધુ લીડથી વિજય થયો છે. ભાવનગર બેઠક પરથી નિમુબેન બાંભણીયાનો સાડા ચાર લાખ કરતાં વધુ લીડથી વિજય થયો છે. 

અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલનો 4 લાખ કરતાં વધુ લીડથી વિજય થયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો 5 લાખની લીડથી જીતશે પરંતુ ભાજપ માત્ર 4 જ બેઠક 5 લાખ કે તેનાથી વધુ લીડથી જીતી શક્યું..
બીજી બેઠકો ભાજપના ઉમેદવાર કેટલી લીડથી જીત્યા તેની વાત કરીએ તો છોટા ઉદેપુર બેઠક પરથી જશુભાઈ રાઠવાનો 3 લાખ 97 હજાર કરતાં વધુ લીડથી વિજય થયો છે. પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાનો 3 લાખ 80 હજાર કરતાં વધુ લીડથી વિજય થયો છે. ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણનો સાડા ત્રણ લાખ કરતાં વધુ લીડથી જીત થઈ. મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલની 3 લાખ 23 હજાર કરતાં વધુ મતથી જીત થઈ. દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોરની 3 લાખ 25 હજાર કરતાં વધુ લીડથી જીત થઈ. અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાનો 3 લાખ કરતાં વધુ લીડથી વિજય થયો છે.

સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુ શિહોરાનો અઢી લાખ કરતાં વધુ મતથી વિજય થયો છે. કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાની અઢી લાખની લીડથી જીત થઈ. જામનગર બેઠક પરથી પૂનમ માડમની 2 લાખ 37 હજાર કરતાં વધુ લીડથી જીત થઈ. વલસાડ બેઠક પરથી ધવલ પટેલનો 2 લાખ કરતાં વધુ મતથી વિજય થયો. અમદાવાદ પશ્વિમ બેઠક પરથી  દિનેશ મકવાણાનો 2 લાખ કરતાં વધુ લીડથી વિજય થયો. બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવાનો 2 લાખ કરતાં વધુ લીડથી વિજય થયો. સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાનો દોઢ લાખ કરતાં વધુ મતથી વિજય થયો. જૂનાગઠ બેઠક પરથી રાજેશ ચુડાસમાનો 1 લાખ 35 હજાર કરતાં વધુ લીડથી વિજય થયો... 

રાજ્યની 3 બેઠક તો એવી રહી કે જેમાં ભારે રસાકસી જોવા મળી. જેમાં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારને જીતવા માટે રીતસરનો પરસેવો પડાવી દીધો. તેની વાત કરીએ તો આણંદ બેઠક પરથી  મિતેષ પટેલની 89 હજાર કરતાં વધુ લીડથી જીત થઈ. ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાનો 80 હજાર કરતાં વધુ લીડથી વિજય થયો. પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીની 29 હજારની લીડથી જીત થઈ. ભાજપે જંગી રેલીઓ કરી, પીએમ મોદીના રોડ શો કર્યા, જનસભાઓ પણ ગજવી. તેમ છતાં પણ મતદાનનું પ્રમાણ પણ ઘટ્યું અને તેમના હાથમાંથી એક બેઠક સરકી જતાં 26-0ની હેટ્રિક લગાવવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. આ કસક ભાજપના હંમેશા આગામી 5 વર્ષ સુધી દુખ પહોંચાડતી રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news