ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત ભાજપ (gujarat bjp) માં નવી સરકારની શપથવિધિ (gujarat cabinet) એક ભવાઈ જેવી બની રહી. એક અઠવાડિયાથી ચાલી રહેલા નાટક પર આખરે આજે સસ્પેન્સ ઉઠ્યું છે. મુખ્યમંત્રી (Gujarat CM) સહિત કુલ 25 મંત્રીઓની આજે શપથવિધિ યોજાઈ હતી. નો રિપીટ થિયરી લાવીને ભાજપે ખુદ પોતાના ધારાસભ્યોને જ સરપ્રાઈઝ આપ્યું છે. રૂપાણી સરકારના એક પણ નેતાને સ્થાન આપવામાં આવ્યુ નથી. ત્યારે આ નેતાઓનું હવે શુ એ મૂંઝવતો પ્રશ્ન છે. આ નેતાઓનો ભાજપમાં શુ રોલ હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા દિગ્ગજ નેતાઓનું પત્તુ કપાયું 
વિજય રૂપાણી. નીતિન પટેલ, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા


આ પણ વાંચો : રૂપાણી સરકારમાં દબદબો, નવી સરકારમાં પાણીચું... મંત્રી પદ હાથમાંથી જતા કુંવરજીએ શું કહ્યું...?


અત્યાર સુધી ગુજરાત સરકાર (gujarat government) મા કી રોલમાં રહેલા આ તમામ દિગ્ગજો કેબિનેટ રિસફલ (cabinet reshuffle) થી એકાએક નવરા પડી ગયા છે. આ તમામ નેતાઓ પાસેથી મંત્રી પદ છીનવાઈ ગયુ છે. આ નેતાઓએ પક્ષ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી, પણ તેમનું કંઈ ઉકળ્યુ નહિ. આ નારાજગીને કારણે એક દિવસ શપથવિધિ સમારોહ મોડો પણ કરાયો. પરંતુ દિલ્હી હાઈકમાન્ડથી તેમને ચૂપ રહેવાના સંકેત આપી દેવાયા. જે સ્પષ્ટ બતાવે છે કે, તેમને ચૂપ રહેવા ઈશારો કરાયો હતો. નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને પણ મળી આવ્યા, પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ન આવ્યો. આવામાં હવે આ દિગ્ગજોનું ભાવિ અદ્ધરતાલ છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં સત્તાની બાગડોર સંભાળવા ‘ટીમ ભૂપેન્દ્ર’ તૈયાર, 25 નવા મંત્રીઓએ શપથ લીધા 


  • રાજીનામા બાદ વિજય રૂપાણી (Vijay Rupani) ના ઘરે અનેક નેતાઓ એકઠા થયા અને પોતાની નારાજગી દર્શાવી. પણ તે કંઈ કામ ન આવી. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મારફત પણ તેમની સેવા અને આવડતનો લાભ લેવાતો રહેશે એવી જાહેરાત કરી દીધી છે. જોકે, હવે તેમનો રોલ શુ રહેશે તેની કોઈ માહિતી નથી મળી.

  • નીતિન પટેલના રાજકીય કારકિર્દી પર હાલ મોટો પ્રશ્નાર્થ છે. દર વખતે મુખ્યમંત્રી પસંદગી સમયે સરકાર સામેની તેમની નારાજગી સૌ કોઈએ જોઈ છે. આ નારાજગીમાં તેઓ શંકરસિંહ વાઘેલાને પણ મળી ચૂક્યા છે, તેથી પક્ષમાં હવે પછી તેમને કોઈ મોટી જવાબદારી અપાય તેવી શક્યતા ઓછી લાગી રહી છે.

  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા લાંબા સમય સુધી ગુજરાતના શિક્ષણમંત્રી રહ્યાં છે. એક ચર્ચા મુજબ, તેમને વિધાનસભાના અધ્યક્ષનું પદ સોંપાય તેવી શક્યતા છે. 

  • પ્રદીપસિંહની છબી સારી હોવાથી પક્ષ તેમને કોઈ મોટી જવાબદારી આપી શકે છે.