ગુજરાતમાં સત્તાની બાગડોર સંભાળવા ‘ટીમ ભૂપેન્દ્ર’ તૈયાર, 25 નવા મંત્રીઓએ શપથ લીધા

રાજધાની ગાંધીનગરમાં હાલ ઉત્સવ જેવો માહોલ છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યાં છે. આ માટે રાજભવનમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. થોડી જ ક્ષણોમાં મંત્રીઓની શપથવિધિની શરૂઆત થશે. ગુજરાત સરકારના નવા મંત્રીઓ શપથ લેવા તૈયાર છે. 

Updated By: Sep 16, 2021, 02:38 PM IST
ગુજરાતમાં સત્તાની બાગડોર સંભાળવા ‘ટીમ ભૂપેન્દ્ર’ તૈયાર, 25 નવા મંત્રીઓએ શપથ લીધા
 • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન 
 • રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે 10 કેબિનેટ મંત્રી, 5 રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી, 9 રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને શપથ લેવડાવ્યા 

ઝી મીડિયા/બ્યૂરો :રાજધાની ગાંધીનગરમાં હાલ ઉત્સવ જેવો માહોલ છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓની શપથવિધિ સમારોહ યોજાઈ છે. આ માટે રાજભવનમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમના મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા છે. સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા, તેના બાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. આ વચ્ચે ભુપેન્દ્ર પટેલ સરકારની પહેલી કેબિનેટ 4.30 કલાકે મળશે તેવુ સીએમ દ્વારા ટ્વીટ કરાયું છે. નવા મંત્રીઓને આજે સાંજે જ ખાતાઓની ફાળવણી થઈ શકે છે. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ આજે નવી સરકારમાં શપથ લીધા છે. રાજભવનમાં ગુજરાતની નવી સરકારમાં 25 મંત્રી શપથ લીધા છે. 

 • સૌથી પહેલા કેબિનેટના મંત્રીઓને આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. જેમાં રાજેન્દ્રસિંહ, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, રાવજી પટેલ અને ઋષિકેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. જોકે, ચાર કેબિનેટ મંત્રીઓના નામ સવારથી જ જાહેર થઈ ગયા હતા, પંરતુ વાઈલ્ડ સ્ટ્રોક એન્ટ્રીમાં પૂર્ણેશ મોદીનું નામ સામે આવ્યું છે.
 • તેના બાદ કનુભાઇ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણને પણ કેબિનેટ મંત્રી તરીકે આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા. 
 • કેબિનેટ મંત્રીઓ બાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા. હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, મનીષા વકીલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીએ એકસાથે શપથ લીધા હતા. આચાર્ય દેવવ્રતે તેમને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. 
 • હવે તમામ રાજ્યકક્ષાના મંત્રીઓને રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. જેમાં મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર અને કિર્તીસિંહ વાઘેલાને રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. 
 • અંતે ગજેન્દ્ર પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા, દેવાભાઈ માલમે રાજ્યકક્ષાના મંત્રીઓને આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા છે

આ છે ગુજરાતના 10 નવા કેબિનેટ મંત્રી 

 • ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
 • રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા 
 • જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
 • ઋષિકેશ પટેલ, વીસનગર  
 • પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
 • રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય 
 • કનુભાઇ દેસાઈ, પારડી 
 • કિરીટસિંહ રાણા, લીંબડી
 • નરેશ પટેલ, ગણદેવી
 • પ્રદીપ પરમાર, અસારવા 
 • અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ

ગુજરાતમાં સત્તાની બાગડોર સંભાળવા ‘ટીમ ભૂપેન્દ્ર’ તૈયાર, 25 નવા મંત્રીઓએ શપથ લીધા

 આ છે ગુજરાતના 5 રાજ્યકક્ષાના મંત્રી, જેમની પાસે સ્વતંત્ર હવાલો છે  

 • હર્ષ સંઘવી, મજૂરા
 • જગદીશ પંચાલ, નિકોલ 
 • બ્રિજેશ મેરજા, મોરબી  
 • જીતુ ચૌધરી, કપરાડા 
 • મનીષા વકીલ, વડોદરા 

આ છે ગુજરાતના 9 નવા રાજ્યકક્ષાના મંત્રી 

 • મુકેશ પટેલ, ઓલપાડ 
 • નિમિષાબેન સુથાર, મોરવા હડફ 
 • અરવિંદ રૈયાણી, રાજકોટ 
 • કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર 
 • કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ 
 • ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
 • આર. સી. મકવાણા, મહુવા 
 • વીનુ મોરડિયા, કતારગામ 
 • દેવા માલમ, કેશોદ

No description available.

કેબિનેટ મંત્રીઓની પ્રોફાઈલ 

 • રાઘવજી પટેલઃ સૌરાષ્ટ્રના દિગ્ગજ લેઉવા પટેલ, અનુભવી ધારાસભ્ય અને મંત્રી પણ રહી ચૂક્યા છે. 
 • રાજેન્દ્ર ત્રિવેદીઃ કાયદાવિદ્, વિધાનસભાના સ્પિકર રહી ચૂક્યા છે, મોદી અને પાટીલ સાથે સીધો સંપર્ક ધરાવે છે
 • જીતુ વાઘાણીઃ બે ટર્મના ધારાસભ્ય, પ્રદેશપ્રમુખ તરીકે સારી કામગીરી, લેઉવા પટેલ સમુદાય અને ખાસ તો ખોડલધામ સાથે ઘનિષ્ઠ સંપર્ક
 • પૂર્ણેશ મોદીઃ દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા, મૂળ સુરતીઓ પર પ્રભાવ, પાટીલના વિશ્વાસુ
 • ઋષિકેશ પટેલઃ ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલનો વિકલ્પ બનવા સક્ષમ કડવા પાટીદાર યુવા નેતા

વિજય રૂપાણી, ભુપેન્દ્ર યાદવ, બીએલ સંતોષ, સીઆર પાટીલ, નિતિન પટેલ નેતાઓ શપથવિધિ સમારોહમાં પ્રથમ હરોળમાં બેસેલા જોવા મળ્યાં. 

‘ટીમ ભૂપેન્દ્ર’ શપથ લેવા તૈયાર, થોડી વારમાં શરૂ થશે મંત્રીઓની શપથવિધિ

આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી જયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.