ઝી મીડિયા/બ્યૂરો :હરિયાણાના આઈએએસ કેડરમાં હવે વધુ એક મહિલા અધિકારી સામેલ થયા છે. 2015 ના બેચના ગુજરાત કેડર (cadre change) ના આઈએએસ નેહાના લગ્ન હરિયાણા કેડરના 2015 બેચના આઈએએસ રાહુલ હુડ્ડા સાથે થયા છે. આ કારણે નેહાને ગુજરાતથી હરિયાણામાં ઈન્ટર કેડર ટ્રાન્સફર (gujarat cadre) આપવામાં આવ્યુ છે. હરિયાણામાં અનેક એવા આઈએએસ અને આઈપીએસ છે, જેમના લગ્નથી તેમને હરિયાણા કેડરમા ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : Sucess Story : કોરોનામાં ધંધો બંધ થતાં ગૌશાળાના બિઝનેસમાં ઝંપલાવ્યું, આજે કમાય છે લાખો રૂપિયા


ગુજરાતના આઈએએસ નેહા લગ્ન તાંતણે બંધાયા


ગત સપ્તાહાં 16 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના ડીઓપીટી દ્વારા આઈએએસ કેડર નિયમ 1954 અંતર્ગત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ કરાયો કે, નેહાના હરિયાણા આવવા પર ગુજરાત (gujarat government) અને હરિયાણા બંનેની સરકારોએ સહમતિ આપી છે. ડિસેમ્બર 2015 માં રાહુલ હુડ્ડાને આઈએએસનું હિમાચલ કેડર એલોટ કરાયુ હતું. પરંતુ તેમને હરિયાણા કેડરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કેમ કે, તેમણે ત્યારે હરિયાણા કેડરના 2011 ના બેચની એક મહિલા આઈપીએસ સાથે લગ્ન (IAS Officers Marriage) કર્યા હતા. 


આ પણ વાંચો : આખો દિવસ ધંધા-રોજગારમાં વ્યસ્ત રહેતા વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન


આઈએએસ-આઈપીએસનું લગ્ન બંધના બંધાઈને કેડર બદલવુ સરળ


રાહુલ હુડાનું ગૃહરાજ્ય દિલ્હી છે. થોડા વર્ષો પહેલા રાહુલ હુડ્ડાના મહિલા આઈપીએસ સાથે લગ્ન થયા હતા, અને બાદમાં તલાક થયા હતા. જેના બાદ રાહુલે 2015 ના બેચની ગુજરાત કેડર (gujarat cadre ias) ના નેહા સાથે લગ્ન કર્યા. જેથી તેમની માંગણી પર નેહાને હરિયાણાના કેડરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નેહાનું ગૃહરાજ્ય બિહાર છે.  


હરિયાણા કેડરમાં 2015 બેચમાં ચાર અન્ય આઈએએસ મોહંમદ ઈમરાજ રજા, પ્રશાંત પવાર, પ્રીતિ અને ઉત્તમ સિંહ પણ સામેલ છે. કેન્દ્ર સરકારના નિયમોમાં આ પણ એક નિયમ છે કે, જો બંને પતિ પત્ની ઈચ્છે તો કેન્દ્ર સરકાર તેને કોઈ ત્રીજુ રાજ્ય કેડર ફાળવી શકે છે.


આ પણ વાંચો : કરોડો રૂપિયા ગયા પાણીમાં... પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ


હરિયાણામા અનેકોએ કેડર બદલ્યું
હરિયાણામાં અનેક આઈએએસ અને આઈપીએસ ઓફિસરોએ આ રીતે કેડર બદલ્યુ છે. તાજેતરમાં લગ્નથી ચર્ચામાં આવેલ આઈએએસ ટોપર ટીના ડાબી અને આમિરે લગ્ન બાદ તલાક થતા તેમના કેડર બદલવા અરજી કરી હતી. આ ઉપરાંત સિક્કીમ કેડરના 2019 બેચના આઈએએસ આનંદ કુમાર શર્માના હરિયાણા કેડરના 2018 ની બેચના આઈપીએસ પૂજા વશિષ્ઠ સાથે લગ્ન થયા હતા. જેથી આનંદ શર્માનુ કેડર સિક્કીમથી બદલીને હરિયાણા આપવામાં આવ્યુ હતું.