Gujarat Elections : ગત રવિવારે મહાનગરપાલિકા અને નગરપાલિકા પેટાચૂંટણી યોજાઇ હતી, જેનું પરિણામ આજે જાહેર થયું છે. પેટા ચૂંટણી કોઇક બેઠક પર રાજીનામુ આપવાથી તો કોઇક બેઠક પર ચૂંટાયેલા પ્રતિનિધિનું અવસાન થવાથી તો કોઇ બેઠક પર પક્ષાંતર ધારો લાગુ થવાથી પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 30 બેઠકોમાંથી 21 બેઠક પર ભાજપનો પ્રચણ્ડ વિજય થયો છે. જ્યારે 8 બેઠક પર કોંગ્રેસ સમેટાઇ ગઇ છે અને એક માત્ર બેઠક અપક્ષના ફાળે ગઇ છે. એકંદરે 70 ટકા બેઠક ભાજપને મળી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે જેમણે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યુ છે તેમને પેટાચૂંટણીમાં 3 બેઠક પર કોંગ્રેસને ડિપોઝીટ જપ્ત થઇ છે. જેમાં રાજપીપળા, બારેજા અને પાલીતાણા સામેલ છે. તો આપ પાર્ટીની 5 બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઇ છે. પોરબંદર જે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો ગઢ છે ત્યા ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર ભાજપે જીત મેળવી છે. આમ, 30 પૈકી કુલ 8 બેઠકો જે અન્ય પાસે હતી જેમા ભાજપનો વિજય થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. આજે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની પેટાચૂંટણી મામલે BJP એ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. જેમાં ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મતદારોનો આજે પણ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ છે. પરિણામ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાજપ માટે આજે પણ લોકોનો પ્રેમ છે. નરેન્દ્ર મોદી જે રીતે દેશનો વિકાસ આગળ વધારી રહ્યા છે, જનતાએ ફરી વખત ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે. હું ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવું છું. 31 માંથી 21 બેઠક ભાજપના ફાળે ગઈ છે. મુન્દ્રા બેઠક આઝાદી પછી પહેલી વખત ભાજપના ફાળે આવી છે. પાલીતાણા જેવી બેઠક ઉપર કોંગ્રેસ પોતાની ડિપોઝીટ બચાવી શક્યું નથી. ભૂતકાળની પાર્ટીઓથી લોકો કંટાળ્યા છે. 


તથ્યએ એક્સિડેન્ટમાં પાંચને ઉડાવ્યા છે, તું જલદી આવ.. એ રાતનો થયો મોટો ખુલાસો


રજની પટેલે જણાવ્યું કે, આગામી ત્રીજી ઇનિંગ પણ ભાજપ જીતશે. પાર્ટીઓ પોતાની ભૂતકાળની કામગીરીને કારણે ફરી હારશે. આવી પાર્ટી ભારતના લોકો ઉપર કોઈ અસર કરી શકશે નહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ફરીથી પાર્ટી બનશે. 


રાજ્યની 8 પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. પાલિતાણા, ડીસા, મોડાસા, જંબુસર અને આણંદ પાલિકામાં કોંગ્રેસ ઉમેદવારોની જીત થઈ હતી.  મોડાસા પાલિકાની વોર્ડ નંબરની 7 ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોયુદ્દીન મલેકનો 65 મતથી વિજય થયો હતો.  


સૌરાષ્ટ્ર યુનિ.માં રૂપાણીના ખેલ : લાયકાત વગર ભોગવ્યા અનેક પદ, કાકાના નામે ચરી ખાધું


ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસની પ્રતિક્રીયા 
તો બીજી તરફ, પેટાચૂંટણીના પરિણામો પર કોંગ્રસના પ્રદેશ પ્રમુખ તરફથી પણ પ્રતિક્રીયા આવી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉત્સાહ વર્ધક પરિણામો આપવા બદલ તમામ સુજ્ઞ મતદાતાઓનો હાર્દિક આભાર . યોજાયેલ પેટા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ પાસે માત્ર પાંચ જ બેઠકો હતી જે વધીને નવ બની છે અને એક બેઠક માત્ર બે મતથી જ અને બીજી એક બેઠક માત્ર ચાર મતે જ કોંગ્રેસે ગુમાવી છે . સુરત શહેરની મહાનગર પાલિકામાં પણ એક બેઠકની ચૂંટણીમાં બધાજ મિત્રોએ સરસ મહેનત કરી અને મતોની ટકાવારી ખુબ ઊંચી આવી છે . કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તથા આગેવાનોએ ખૂબજ સરસ મહેનત કરી છે તે તમામનો દિલથી આભાર માનુ છું.


ગુજરાત યુનિવર્સિટી બની મળતીયાઓને સેટ કરવા અને પરિવારવાદનો ગઢ, નિયમો નેવે મૂકાયા