શિક્ષણ જગતમાં ફફડાટ: આ કેસમાં તો આખું ગુજરાત ખળખળાટ હસ્યું, પણ જો આવી ભૂલ ફરી કરશો તો કોઈ નહીં બક્ષે!
થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ -8માં અભ્યાસ કરતાં વિધાર્થી ચૌધરી દશરથનું શાળા દ્વારા રિઝલ્ટ આપવામાં આવ્યું હતું. જેમાં તેને અંગ્રેજી વિષયમાં 160 માંથી 165 ગુણ તેમજ સામાજિક વિજ્ઞાનમાં 160 માંથી 174 ગુણ અપાયાં હતા.
અલકેશ રાવ/બનાસકાંઠા: થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિધાર્થીના રિઝલ્ટમાં કુલ ગુણ કરતા વધારે માર્ક આપી દીધા બાદ તે માર્કશીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી જે સમગ્ર અહેવાલ ઝી 24 કલાકે દર્શાવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા બાદ રિઝલ્ટ બનાવનાર વર્ગ શિક્ષકને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે..
આ વિશે મળતી માહિતી પ્રમાણે થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ -8માં અભ્યાસ કરતાં વિધાર્થી ચૌધરી દશરથનું શાળા દ્વારા રિઝલ્ટ આપવામાં આવ્યું હતું. જેમાં તેને અંગ્રેજી વિષયમાં 160 માંથી 165 ગુણ તેમજ સામાજિક વિજ્ઞાનમાં 160 માંથી 174 ગુણ અપાયાં હતા. તે બાદ તે જ રિઝલ્ટ ઉપર શાળાના આચાર્યેએ સહી સિક્કા મારી તેને વેલીડ કર્યું હતું જે બાદ તે રિઝલ્ટ સોસીયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. જેને લઈને ઝી 24 કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો.
અમદાવાદમાં વોટર પોલિસી માટે AMCનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું હતો વર્ષોથી વિવાદ?
આ ઘટનામાં જિલ્લા શિક્ષણ વિભાગ હરક્તમાં આવ્યું હતું અને આ સમગ્ર મામલે બે ટીપીઓ અને બી.આર.સી અને સી.આર સીની ટીમનું ગઠન કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં રિઝલ્ટ બનાવનાર શાળાના વર્ગ શિક્ષક કરશન પટેલ દોષિત સાબિત થતાં તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ શાળાના આચાર્ય અને અન્ય જે કોઈ દોષિત હોય તેમના સામે તપાસ શરૂ કરાઇ છે. જેને લઈને શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
નરેશ પટેલ અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે, હાઈકમાન્ડ સાથે થયેલી વાતચીતમાં પોઝિટીવ સંકેત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube