અમદાવાદમાં વોટર પોલિસી માટે AMCનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું હતો વર્ષોથી વિવાદ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાતેય ઝોનમાં પાણીના જોડાણના દર સહિત તમામ બાબતોમાં એક સરખી નીતિ લાગુ પાડવા વોટર એન્ડ ડ્રેનેજ કમિટીએ ફરી એક વખત ઠરાવ કર્યો છે અગાઉ 2011-12માં આવો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ બોર્ડમાં પણ પસાર થઈ ગયો હતો.

અમદાવાદમાં વોટર પોલિસી માટે AMCનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું હતો વર્ષોથી વિવાદ?

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: વોટર પોલિસી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેણા કારણે સમગ્ર શહેરમાં એક સરખી વોટર પોલિસી અમલમાં આવશે. અત્યાર સુધી 7 પૈકી 5 ઝોન અને અન્ય 2 ઝોનમાં પાણી કનેક્શન પદ્ધતિને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ આખરે તેનો અંત આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીધેલા નિર્ણય પ્રમાણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ઝોનમાં રહેણાંક માટે કાર્પેટ એરિયાના સ્થાને યુનિટ દીઠ કનેક્શન અપાશે. પાણી વિતરણ પદ્ધતિ હાલ દરેક ઝોનમાં યથાવત રહેશે. હવે એક સરખી પોલિસીના કારણે દરેકને કનેકશનનો સરખો ચાર્જ ચૂકવવાનો રહેશે. 

નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાતેય ઝોનમાં પાણીના જોડાણના દર સહિત તમામ બાબતોમાં એક સરખી નીતિ લાગુ પાડવા વોટર એન્ડ ડ્રેનેજ કમિટીએ ફરી એક વખત ઠરાવ કર્યો છે અગાઉ 2011-12માં આવો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ બોર્ડમાં પણ પસાર થઈ ગયો હતો, પરંતુ તેનો અમલ કરાયો ના હતો. 

હાલ અન્ય પાંચ ઝોન અને નવા પશ્ચિમના બે ઝોન વચ્ચે જાતજાતની વિસંગતતા પ્રવર્તે છે, જે દૂર કરી યુનિફોર્મ પોલિસી લાગુ કરવા માગણી ઉઠી હતી. ત્યારબાદ વોટર પોલિસી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

મહત્વનું છે કે અગાઉ વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં નવા પશ્ચિમ ઝોનના બે ઝોન થયા ઉત્તર પશ્ચિમઝોન અને દક્ષિણપશ્ચિમ ઝોન. આ બન્ને ઝોનમાં આ વિસ્તાર 2006થી મ્યુનિસિપલમાં ભળ્યો ત્યારથી જ પાણીના પ્રશ્ન વિકટ રહ્યો છે. શરૂઆતમાં ઔડાએ પાણીનું નેટવર્ક નાખીને જોડાણો આપવાનું ચાલુ કર્યું હતું. પરંતુ તે વખતે વખતે વિવિધ ચાર્જીસ એટલાં ઊંચા રાખ્યા કે કોઈ જોડાણ લેવા જ નહોતું માંગતું. ત્યારબાદ તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. છતાં શહેરની ઘણી સોસાયટીઓ લાંબા સમય સુધી નર્મદા પાણીના જોડાણ માટે આગળ આવી ના હતી. પછી નેટવર્કની પ્લાસ્ટીકની હલકી પાઈપોનો પ્રશ્ન ઊભો થયો હતો. જેમાં ફોર્સથી પાણી અપાય તો પાઈપો ફાટી જવાના પ્રશ્નો ઉદ્દભવવા લાગ્યા. તે પછી તંત્રીએ ક્રમશઃ બદલવી પડી હતી. દરમ્યાનમાં કોમર્શીયલ મિલકતને પાણીના બિલો ફટકારાતા હતા અને જોડાણ નહોતું અપાતું તે બાબત વર્ષો સુધી ચાલી, હજુ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news