પાણી માટે પાણીદાર પગલાં! ધરતીપુત્રોના હિતમાં ભૂપેન્દ્ર પટેલે આ યોજનાની જાતે સમીક્ષા કરી!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાની જાત માહિતી મેળવીને સ્થળ પર જ સમીક્ષા માટે ગોરજ નજીક નર્મદા કેનાલની નિરીક્ષણ મુલાકાતે. નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું. સોર્સ-૧ અને સોર્સ-૩ના પ્રગતિ હેઠળના કામોની સાઈટ વિઝિટ કરી.
ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત 377.65 કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-3ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી.
દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.
ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયુ રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી
નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં 14 ગામ, વિરમગામ તાલુકાનાં 13 ગામ તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના કુલ-39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.
ગુજરાતમાં શું આ રીતે થશે સારવાર? સુવિધા હોવા છતાં દર્દીના સગા સ્ટ્રેચર ખેંચવા મજબૂર
હાલમાં ચાલી રહેલી ફેઇઝ-1ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. આ ફેઇઝ-1ની કામગીરી માટે 377.65 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. એટલું જ નહિં, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની 65 ટકા કામગીરી પૂરી થઈ છે. ઓગસ્ટ-2025માં પ્રથમ તબક્કો પૂર્ણ થશે. 1027 કરોડના બીજા તબક્કાનું કામ ચાલું વર્ષના અંતમાં શરૂ થશે.
કારના શોખીનો ખુશ થઈ જાઓ...કંપનીની નવી અલ્ટો લાવવાની તૈયારી, માઈલેજ જાણીને ઉછળી પડશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત વખતે અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ કંચનબા વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, નર્મદા નિગમના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.