બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભારે વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ પૂરના પાણી છવાયા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવાઇ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિ નિહાળશે. તેઓ મુખ્ય સચિવ સાથે બોડેલી, નર્મદા, નવસારીમાં પરિસ્થિતિનો તાગ મેળવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે. બપોરે 1.30 વાગ્યે હવાઇ માર્ગે મુખ્યમંત્રી જવા રવાના થશે. તેઓ બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. તો વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.


આ પણ વાંચો : રાજકોટમાં 12 કલાકમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો, આજી નદી ગાંડીતૂર બની



ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભારે વરસાદના પગલે પંજાબથી NDRFની 5 ટીમો આવી પહોંચી છે. એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીના સર સાધનો સાથે જવાનો વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યા છે. છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, સુરત અને વડોદરામાં સાવચેતીના પગલારૂપે આ NDRF ના જવાનોની ટીમ તૈનાત કરાશે. વડોદરા જિલ્લામાં કલેક્ટરે ઓરેન્જ એલર્ટ આપતાં તંત્ર એલર્ટ મોડ પર છે.