Gujarat Congress Candidates : રાજકારણ એટલે રૂપિયાનો ખેલ. જેની પાસે છે એ છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ રૂપિયાના અભાવે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. તો બીજી તરફ, કેટલાક ઉમેદવારોએ લોકો પાસેથી ચૂંટણી માટે આર્થિક સહાય માંગીને ફાળો ઉઘરાવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારો ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગર લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા, પોરબંદર લોકસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા, રામજી ઠાકોર જેવા ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગતા લોકોએ દાનની સરવાણી વહાવી હતી. ચૂંટણી લડવા કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેનીબેને મદદ માંગી હતી 
સૌથી પહેલી શરૂઆત ગેનીબેને કરી હતી. તેમણે લોકો પાસેથી ડિપોઝીટ ભરવા માટે ફાળો ઉઘરાવ્યો હતો. ગેનીબેનને લોકોએ 26 લાખ રૂપિયા આપ્યા છે. ગેનીબેન ઠાકોરે ભાભરની સભામાં નિવેદન આપ્યુ હતું કે, મારી ચૂંટણીમાં મંડપથી લઈને તમામ ખર્ચ લોકો ઉપાડી રહ્યાં છે. વ્યવસ્થાઓની સાથે રોજે રોજ લોકોનો લાખ દોઢ લાખ ફાળો આવી રહ્યો છે. ચૂંટણી લાંબી છે એટલે 50 લાખ જેટલો ફાળો આવશે. ફોર્મ ભરવાના દિવસે મંડપથી લઈને જમવાની તમામ વ્યવસ્થાનો ખર્ચ જિલ્લાના લોકો દ્વારા ઉપાડી લેવામાં આવ્યો છે.


આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં મોટું પ્લાનિંગ કરી રહી છે, સુનીતા કેજરીવાલ આવશે ગુજરાત


ગેનીબેનને મળ્યા 26 લાખ રૂપિયા
ગેનીબેનની એક હાંકલ બાદ બનાસકાંઠામાં અનેક લોકો તેમની મદદે આગળ આવ્યા છે. તેમને 25 લાખ રોકડા અને 1 લાખ રૂપિયા ઓનલાઈન મળ્યાં છે. ગેનેબેન અને રામજી ઠાકોરે લોકોને ઓછામાં ઓછા 11 રૂપિયાની મદદ કરવાની અપીલ કરી હીત. આ માટે બંનેએ ક્યુઆર કોડ પણ જાહેર કર્યા હતા. 


લલિત વસોયાએ ચૂંટણી પ્રચાર માટે  લોકોને ફાળો આપવા અપીલ કરી
તો કોંગ્રેસના આ ઉમેદવારો પણ જનતા પાસેથી પ્રચાર ઝુંબેશના ખર્ચ લઈ રહ્યાં છે. પોરબંદર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પ્રદેશમાં તેમના પ્રચારના પ્રયાસો તેજ કરી રહ્યા છે. લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી પ્રચાર માટે  લોકોને ફાળો આપવા અપીલ કરી છે. દરેક લોકોને ઓછામાં ઓછા 1  રૂપિયા થી વધુમાં વધુ ફાળો આપવા લલિતભાઇએ અપીલ કરી છે. આ માટે લલિત વસોયાએ પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં અપીલ કરતી પોસ્ટ મૂકી છે. આમ લોકોએ આપેલા ફાળાના પૈસાથી ચૂંટણીથી લલિતભાઇ ચૂંટણી પ્રચાર કરશે અને લડશે. 


ગુજરાતમાં મળ્યો બસ કરતા પણ મોટા કદનો સાપ, સમુદ્રમંથનનો વાસુકી નાગ હતો એ પુરવાર થયું


ઋત્વિક મકવાણાને પણ લોકોએ ફંડ આપ્યું 
તો બીજી તરફ, સુરેન્દ્રનગર લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને પ્રચાર દરમ્યાન સ્થાનિક લોકોએ આર્થિક ટેકો આપ્યો છે. સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં કૉંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને પ્રચાર દરમ્યાન એકઠા થયેલા લોકોએ ભરપૂર દાન આપ્યું. ઋત્વિક મકવાણાના સમર્થનમાં કાર્યક્રમ દરમ્યાન લોકો સ્વૈચ્છિક મદદ કરી રહ્યાં છે. પ્રચાર દરમ્યાન ખેંગારીયા ગામના લોકોએ 100 થી લઈ 5000 સુધીનું ચૂંટણી લડવા માટે ઋત્વિક મકવાણાને દાન આપ્યું. આમ, તમામ સમાજના લોકોએ આર્થિક યોગદાન આપ્યું. 


રામજી ઠાકોરને મળી લોકોની મદદ
કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે પણ કહ્યું કે, મને લોકો સ્વંયભૂ દાન આપી રહ્યાં છે. હુ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું. તેથી લોકો પોતાની ઈચ્છાથી મને વિજયી બનાવવા માટે ફંડ આપી રહ્યાં છે. અત્યાર સુધી ઘણું ફંડ મળ્યું છે. જ્યાં સુધી ચૂંટણી લડીશ ત્યાં સુધી આ રીતે લોકોનો પ્રેમ મળતો રહેશે. 


કચ્છની ધરતી ફરી એકવાર સોનાની સાબિત થઈ, ડાયનાસોર કરતા પણ મોટા કદનો સાપ મળ્યો