ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી (gujarat vidhansabha byelection) નો ધમધમાટ શરૂ થયો છે. બંને પક્ષો આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવા તૈયાર ગયા છે. ત્યારે કોંગ્રેસ ( Gujarat congress) પણ ફુલપ્રુફ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે. વિધાનસભા પેટાચૂંટણીની જવાબદારી કોંગ્રેસના સિનિયર નેતાઓના સિરે મૂકવામાં આવી છે. પેટા ચૂંટણીની બેઠકો દીઠ સિનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો તુષાર ચૌધરી, ગૌરવ પંડ્યા, પૂંજાભાઈ વંશને પણ એક એક બેઠકની જવાબદારી અપાઈ છે. પરેશ ધાનાણી પાસે પણ એક બેઠકની જવાબદારી રહેશે. સિનીયર નેતાની સેન્સ લેવાથી લઇ ચુંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકા રહેશે. એક સિનિયર નેતાને એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : 9 માઈક્રો કન્ટેઈમેન્ટ દૂર કરાયા, પણ નવા 15 વિસ્તારો ઉમેરાયા


  • ગઢડા - શક્તિસિહ ગોહિલ 

  • લીંમડી - અર્જુન મોઢવાડીયા

  • ડાંગ - તુષાર ચૌધરી

  • કપરાડા - ગૌરવ પંડ્યા

  • ધારી - પુંજાભાઇ વંશ

  • કરજણ - સિધ્ધાર્થ પટેલ 

  • મોરબી - પરેશ ધાનાણી

  • અબડાસા - શક્તિસિહ ગોહિલ


સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ


તો બીજી તરફ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવ્યું છે. આગામી 2 દિવસમાં અમિત ચાવડા દિલ્હી જશે. તેઓ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસના નવા સંગઠન માળખા અંગે ચર્ચા કરશે. તેમજ 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ અંગે પણ બેઠક થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું લોકસભા બાદ વિખેરી નાખવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર